દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમની 4 પેઢી સાથે 11 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન કરવા માટે ગયા હતા. પહેલી પેઢી કોકિલાબેન, બીજી પેઢી મુકેશ અંબાણી, ત્રીજી પેઢી આકાશ-અનંત અને ચોથી પેઢી આકાશ અંબાણીના સંતાનો પૃથ્વી અને વેદા અને અંબાણી પરિવારની મહિલાઓ મહાકુંભમાં પહોંચ્યા હતા.
અંબાણી પરિવારે નિરંજની અખાડાના કૈલાશાનંદજી મહારાજના હાજરીમાં ગંગાની પૂજા-અર્ચના કરી હતી , ત્રિવેણીમાં સ્નાન કર્યા પછી અંબાણી પરિવાર રિલાયન્સે મહાકુંભમાં બનાવેલા પરમાર્થ નિકેતનમા ગયા હતા. ત્યાં સફાઇ કર્મચારીઓ, બોટ ચલાવનારા લોકો અને તીર્થયાત્રીઓને ડબ્બામાં મિઠાઇ ભેટમાં આપવામાં આવી હતી. અનંત અંબાણીના હસ્તે બધાને મિઠાઇ આપવામાં આવી. બધાને ભોજન પણ પિરસાયું અને તીર્થયાત્રીઓને લાઇફ જેકેટ પણ આપવામાં આવ્યા હતા.