

ભાજપ ગુજરાતને રાજકીય લેબોરેટરી સમજે છે અને કોઇ પણ રાજકીય પ્રયોગો કરવા હોય તો ગુજરાત સૌથી સલામત રાજ્ય છે. ગુજરાતના પ્રયોગા પછી બીજા રાજ્યોમાં અમલ કરવામાં આવે છે. સામાન્ય રીતે ભાજપની ઇમેજ એવી છે કે ચૂંટણીમાં અલ્પસંખ્યક સમાજને ટિકિટ આપવામા નથી આવતી, પરંતુ ગુજરાતમાં તાજેતરમાં નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 130 મુસ્લિમ સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમાંથી 82 ઉમેદવારો જીત્યા.
ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનના પ્રવક્તા યજ્ઞેશ દોશીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે, ભાજપ હમેંશા બદલાવને સ્વીકારે છે. જે વિસ્તારમાં ઉમેદવાર જીત મેળવવા માટે સક્ષમ હોય છે એ રીતે ઉમેદવારની પસંદગી કરે છે. આ વખતે 82 મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે તો હવે પછીની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ઉભા રાખવા માટે વિચારી શકે છે.