fbpx

ગાંજા સાથે પકડાયો IIT બાબા અભયસિંહ, પણ પછી પોલીસે આ કારણ આપી છોડી દીધો

Spread the love

ગાંજા સાથે પકડાયો IIT બાબા અભયસિંહ, પણ પછી પોલીસે આ કારણ આપી છોડી દીધો

પોલીસે જયપુરમાં IIT બાબા અભય સિંહની અટકાયત કરી છે. અભય સિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ધમકી આપી હતી. પોલીસે બાબાનું લોકેશન શોધી કાઢ્યું અને શિપ્રાપથ પોલીસ સ્ટેશન ગઈ અને એક હોટલમાંથી બાબાની અટકાયત કરી. બાબા પાસે ગાંજો અને માદક દ્રવ્યો પણ મળી આવ્યા હતા.

જયપુર પોલીસે IIT બાબા અભય સિંહની અટકાયત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. પોલીસે તેનું લોકેશન ટ્રેસ કર્યું અને તેને જયપુરના રિદ્ધિ-સિદ્ધિ વિસ્તારની એક હોટલમાંથી પકડી લીધો. બાબા પાસે ગાંજો અને અન્ય કેટલાક નશીલા પદાર્થો પણ મળી આવ્યા હતા. IIT બાબા તરીકે જાણીતા અભય સિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ધમકી આપી હતી. આ પછી પોલીસ એક્શનમાં આવી. પોલીસે તેનું લોકેશન જયપુરના રિદ્ધિ-સિદ્ધિમાં એક હોટલમાં શોધી કાઢ્યું. શિપ્રાપથ પોલીસ સ્ટેશનના CI રાજેન્દ્ર ગોદારા તેમની ટીમ સાથે હોટલ પહોંચ્યા અને બાબાની અટકાયત કરી.

IITian baba

હોટલના રૂમની તપાસ કરતી વખતે, પોલીસને ગાંજા સહિત કેટલાક અન્ય માદક દ્રવ્યો મળી આવ્યા. આ પછી પોલીસ બાબાને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને બાબાએ આત્મહત્યાની ધમકી કેમ આપી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ તેમની પાસેથી મળેલા ડ્રગ્સના સ્ત્રોતની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે બાબા વિરુદ્ધ પહેલાથી કોઈ કેસ નોંધાયેલ છે કે નહીં.

IITian baba

આ કિસ્સામાં, અભય સિંહ ઉર્ફે IIT બાબા કહે છે કે ‘થોડો પ્રસાદ (ગાંજા) મળી ગયો છે.’ મેં તેમને કહ્યું કે, જો તમે આ પ્રસાદ પર કેસ દાખલ કરો છો, તો કુંભમાં આટલા બધા લોકો પ્રસાદ પીવે છે, તો બધાની ધરપકડ કરો. ભારતમાં તો આ જગ જાહેર છે. આ કેસમાં NDPS કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.

IITian baba

IIT બાબા જયપુરના રિદ્ધિ સિદ્ધિ વિસ્તારમાં આવેલી હોટેલ પાર્ક ક્લાસિકમાં રોકાયા હતા. પોલીસને હોટલમાં હંગામો મચાવ્યાની માહિતી મળી, ત્યારપછી શિપ્રાપથ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી. તપાસ દરમિયાન, બાબા પાસેથી 1.50 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ જથ્થો NDPS એક્ટ હેઠળ નોન-કોગ્નિઝેબલ ગુનાની શ્રેણીમાં આવતો હોવાથી, પોલીસે તેને ચેતવણી આપીને છોડી દીધા.

પોલીસ કસ્ટડીમાં લીધા પછી પૂછપરછ દરમિયાન, અભય સિંહે પોતાને ‘અઘોરી બાબા’ ગણાવ્યો. તેમણે દાવો કર્યો હતો કે, અઘોરી પરંપરા મુજબ, તેઓ ગાંજાનું સેવન કરે છે, જે તેમના માટે એક આધ્યાત્મિક વિધિ જેવું છે. બાબાએ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, પોલીસે તેમને બિનજરૂરી રીતે હેરાન કર્યા અને જો તેમની સાથે કંઈ ખોટું થશે તો તેના માટે વહીવટીતંત્ર જવાબદાર રહેશે.

error: Content is protected !!