પ્રાંતિજ સહિત તાલુકા મા ભર ઉનાળે કમોસમી વરસાદ
– રાત્રીના સમયે વાતાવરણ મા પલ્ટો આવ્યો
– મોડી રાત્રીએ ગાજવીજ કડાકા પવન સાથે કમોસમી વરસાદ ખાબકયો
– કમોસમી વરસાદ ને લઈ ને ધરતી પુત્રો મા નારાજગી
– બાજરી ,જુવાર , કપાસ ,ફલાવર-કોબીજ સહિત ના પાકો મા નુકસાનીની ભીતી
– લગ્ન ની સિઝન હોય મંડપો ભીજાયા
સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકા મા પણ રાત્રીના સમયે વાતાવરણ મા પલ્ટો આવતા પવન ગાજવીજ કડાકા સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો તો કમોસમી વરસાદ ને લઈ ને હાલતો તૈયાર થયેલ પાકો સહિત કોબીજ-ફલાવરના પાક ઉપર અસર જોવા મળી છે





હવામાન વિભાગ ની આગાહી બાદ ગુજરાત ના વિવિધ વિસ્તારો સહિત તાલુકામા શનિવાર ની રાત્રીના બે વાગ્યા ની આસપાસ અચાનક વાતાવરણ મા પલ્ટો આવ્યો હતો તો રાત્રીના પવન ગાજવીજ કડાકા સાથે કમોસમી વરસાદ પડયો હતો તો પ્રાંતિજ , સીતવાડા , બોરીયા , ઓરાણ , અનવરપુરા , બોભા , મોયદ , પીલુદ્રા , પોગલુ , સલાલ સહિત ના વિસ્તારો મા કમોસમી વરસાદ ખાબકયો હતો તો હાલતો ભર ઉનાળે વાતાવરણ મા પલ્ટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રો મા નિરાશા જોવા મળી હતી અને હાલતો તૈયાર થયેલ પાક ઉપર કમોસમી પાણી ફરી વળ્યા હતા જેને લઈ ને જુવાર , બાજરી , કપાસ , ફલાવર-કોબીજ સહિત ના પાકો ઉપર હાલતો અસર જોવા મળી રહીછે તો હાલતો મોટા ભાગના ખેતરોમા તૈયાર થયેલ પાક ખેતરોમાજ પલરી ગયો હતો તો ત્યારે હાલતો તૈયાર થયેલ પાક ઉપર અસર થતા ખેતરોમા નિરાશા જોવા મળી રહી છે તો બીજીબાજુ લગ્ન ની મોસમ હોય લગ્ન તથા ભોજન સમારંભ માટે બાંધેલ મંડપ પણ કમોસમી વરસાદ થી ભીજાયા હતા તો તેજ પવનને લઈ ને અપ્રોચરોડ ઉપર આવેલ આશીર્વાદ પાસે રહેલ વર્ષો જુનો પીપડાનુ ઝાડ ધરાશાયી થતા ઝાડ નીચે રહેલ મંદિર ઉપર પડતા મંદિર ને પણ મોટુ નુકસાન થયુ હતુ તો રાત્રી દરમ્યાન ધટના બનતા મોટી જાનહાની ટળી હતી
