

બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ, વડાપ્રધાન મોદીએ જાતિગત વસ્તી ગણતરી કરાવવાની દાવ રમીને વિપક્ષ પાસેથી સૌથી મોટો મુદ્દો છીનવી લીધો છે. નવી વસ્તી ગણતરી સાથે, હવે જાતિઓની ગણતરી થશે. ત્યારબાદ અનામત વધારવાનો દાવ ખેલવામાં આવશે. રાહુલ ગાંધી પહેલાથી જ બંધારણમાં 50 ટકા અનામત મર્યાદા તોડવાની વાત કરી ચૂક્યા છે. તો પછી કોનો હક્ક છીનવાશે? આનો ફાયદો કોને થશે? ચાલો સમજીએ જાતિ વસ્તી ગણતરીના પ્રભાવની ABCD.
ભારતમાં અત્યાર સુધી કેન્દ્રીય સ્તર પર ન તો કોઈ જાતિ વસ્તી ગણતરી થઈ છે અને ન તો કોઈ સર્વે થયો છે એટલે ક્યાં, કેટલી અને કઈ જાતિઓ છે તેની બાબતે ચોક્કસ માહિતી નથી. હા, બિહાર સહિત ઘણા રાજ્યોમાં જાતિ સર્વે જરૂર કરવામાં આવ્યા છે, જે બતાવે છે કે OBC અને અન્ય પછાત વર્ગોની સંખ્યા ખૂબ વધારે છે. સાથે જ દાવો એવો પણ કરવામાં આવે છે કે, આ એ જાતિઓની સંખ્યા છે , તેમના હિસાબે અનામતનો લાભ મળી શકતો નથી. આવો તેને બિહારના સર્વે પરથી સમજીએ.

બિહારના સર્વે પરથી સમજો
બિહારમાં જે સર્વે થયો, તે મુજબ, પછાત વર્ગ 27.12 ટકા, જ્યારે અતિ પછાત વર્ગ 36.01 ટકા છે. હાલમાં, બિહારમાં, OBCને 12 ટકા, જ્યારે અન્ય પછાત વર્ગને 18 ટકા અનામત મળેલું છે. જો તેને માનીને ‘ જેમની જેટલી ભાગીદારી, એટલી હિસ્સેદારી’વાળો ફોર્મ્યૂલા લાગૂ કરીએ તો OBC + EBCની વસ્તી 63 ટકાથી વધુ થઈ. એટલે કે તેમને 63 ટકા અનામત આપવું જોઈએ.
આ જ રીતે, બિહારમાં SC અને ST 20 ટકાથી વધુ છે. તેમને 17 ટકા અનામત મળેલું છે. જ્યારે OBCને વધુ અનામત મળશે, તો તેઓ તેને વધારવાની પણ માગ કરશે. એવામાં અનામત ક્યાંથી આપવામાં આવશે? સરળ જવાબ એ છે કે સામાન્ય વર્ગનું અનામત કાપીને આ જાતિઓને આપવામાં આવશે. જેની વસ્તી બિહારના જાતિગત સર્વેમાં માત્ર 15 ટકા બતાવવામાં આવી છે, પરંતુ હાલમાં 50 ટકા સામાન્ય અનામત છે. જોકે, તેમાં બધી જાતિઓ સામેલ છે.
એક અનુમાન મુજબ, દેશમાં અન્ય પછાત વર્ગ (OBC)ની વસ્તી લગભગ 35 ટકા, અનુસૂચિત જાતિ (SC)ની વસ્તી 16.6 ટકા છે. અનુસૂચિત જનજાતિ (ST)ની વસ્તી 8.6 ટકા અને સામાન્ય વર્ગની જાતિની વસ્તી લગભગ 25 ટકા બતાવવામાં આવે છે. જો એજ સાચું થયું અને તેના આધારે અનામત આપવામાં આવશે, તો રાજકારણનો આખો ખેલ બદલાઈ જશે.

ભાજપને શું ફાયદો?
ભાજપને OBC સમુદાયમાંથી મોટી સંખ્યામાં મત મળે છે. દેશભરમાં તેની વસ્તી લગભગ 52 ટકાની આસપાસ હશે. ભાજપ હવે પૂરી રીતે તેમને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરશે. ભાજપ બતાવશે કે તેઓ હિન્દુઓના હિત બાબતે વિચારે છે. તે મુસ્લિમ અનામત વિરુદ્ધ મેદાનમાં ઉતરશે, જેનો પ્રયાસ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો વારંવાર કરે છે. ભાજપને ખબર હતી કે જાતિગત વસ્તી ગણતરી ન કરાવીને તે પોતાના માટે સમસ્યાઓ ઊભી કરી રહી છે. એવામાં, વડાપ્રધાન મોદીએ મોટો દાવ ખેલ્યો છે.