

ગુજરાતમાં 2000 કરોડ રૂપિયાના GST કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પત્રકાર મહેશ લાંગાની પુછપરછ કરી તેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. આ કૌભાંડમાં ગુજરાતના 3 IAS અધિકારીઓ સહિત કુલ 15 અધિકારીઓ સામેલ હોવાનું લાંગાએ કહ્યું છે.
જાણવા મળેલી વિગત મુજબ ગાંધીનગરમાં નાણા વિભાગમાં ફરજ બજાવતા અને GST અધિકારીઓના નામ પણ કૌભાંડમાં સામેલ છે. મહેશ લાંગાના પરિવારને લઇને ગાંધીનગર સચિવાલયમાં ફરતા પત્રકારો અને વચેટીયાઓ નામ પણ બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ માસ્ટર માઇન્ડ પત્રકાર મહેશ લાંગા હોવાનું કહેવાય છે.
સેન્ટ્રલ GST વિભાગે સૌપ્રથમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી એ પછી રાજકોટ પોલીસ દ્રારા પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. કૌભાંડ મોટું હોવાનું જણાતા EDની એન્ટ્રી થઇ હતી.