

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક હાઇ પ્રોફાઇલ લવ-સ્ટોરી અત્યારે જબરદસ્ત ચર્ચામાં છે. મુસ્લિમ પરિવારની દાનિયા ખાને હિંદુ સમાજના હર્ષિત યાદવ સાથે મંદિરમાં ફેરા ફરી લીધા અને બંને પતિ-પત્ની બની ગયા. આ વાતથી ગુસ્સે ભરાયેલા દાનિયાના પિતાએ હર્ષિત અને તેના પરિવારજનો સામે અપહરણ અને અન્ય ગંભીર ફરિયાદો દાખલ કરી છે.
દાનિયા ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બરેલીના SPને મદદ કરવાની વિનંતી કરી છે. દાનિયાએ વીડિયોમાં કહ્યું છે કે, હર્ષિત અને તેના પરિવારજનોને પોલીસ હેરાન ન કરે. મેં મારી રાજીખુથી લગ્ન કર્યા છે, હું ખુશ છે અને હું નિર્ણય લેવા માટે પુખ્ત છે.
પોલીસે કહ્યું છે કે,મુસ્લિમ યુવતીનું મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવામાં આવશે એ પછી કાર્યવાહી કરવામાં આવશે.