પ્રાંતિજ ના રામપુરા ચોકડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત

Spread the love

અકસ્માત મા ઇડર ના બકરપુરા ના બાઇક ચાલક નુ મોત
પ્રાંતિજ ના રામપુરા ચોકડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ રામપુરા ચોકડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત મા ઇડર ના બકરપુરા ના બાઇક ચાલક ને શરીરે ગંભીર રીતે ઈજાઓ પોહચતા મોત નિપજ્યુ હતુ


  હિંમતનગર થી તલોદ રોડ ઉપર જતા પ્રાંતિજ ના રામપુરા ચોકડી પાસે અટીંગા કાર નંબર જી.જે.૦૯.બી.એન ૧૨૭૦ નો ચાલક તથા ઇડર ના બકપુરા ખાતે રહેતા બાઇક ચાલક રામસિંહ ચૌહાણ નુ બાઇક  જી.જે.૦૯ ડી.એલ. ૦૭૬૬ વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલક રામસિંહ ચૌહાણ ને શરીરે ગંભીર પ્રકાર ની ઇજાઓ પોહચતા બાઇક ચાલક રામસિંહ ચૌહાણ નુ મોત નિપજ્યુ હતુ તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા મૃત ના પુત્ર રોહિત કુમાર રામસિંહ ચૌહાણ રહે.બકરપુરા વોલ્ગા હોટલ ની પાછળ તા.ઇડર ,જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૨૮૧ ,૧૦૬ (૧), તથા એમ.વી.એકટ કલમ ૧૭૭ મુજબ અટીંગા ગાડી જી.જે ૦૯  બી.એન. ૧૨૭૦ ના ચાલક વિરૂધ્ધ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ જનક કુમાર શામળભાઇ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!