પ્રાંતિજ ના ઓરાણ ની સગીરા ને ભગાડી જતા પિતા દ્રારા પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા ઓરાણ ના ઈસમ સામે પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે અપહરણનો ગુનોનોંધી આગળની તપાસ હાથધરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના ઓરાણ ગામનો ઈસમ સગીરાને ભગાડી જતા સગીરાના પિતા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા ઓરાણ ના ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરી

પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામની સગીરાને ઓરાણ ગામનો ઈસમ આકાશ વિરૂભાઇ વાધેલા દેવીપુજક કે મારી દિકરી ઉ.વર્ષ ૧૪ માસ ૧૧ દિવસ ૦૧ ની સગીર વયની હોવાનુ જાણતો હોવાછતાંય લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી ભગાડી લઇ જતા સગીરા ના પિતા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ઓરાણ આકાશ વિરૂભાઇ વાધેલા દેવીપુજક રહે . ઓરાણ વાધેલા વાસ તા. પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસ દ્રારા આઇપીસીકલમ ૮૭,૧૩૭(૨) મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ આર.આર.દેસાઇ દ્રારા હાથ ધરવામા આવી છે
જીલ રાવલ સાબરકાંઠા