
પ્રાંતિજ ખાતે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની ચુંટણી માં ભાજપ ના બન્ને ઉમેદવારો બીન હરીફ વરણી
– પ્રમુખ તરીકે અનિતાબેન જીજ્ઞેશ ભાઇ પંડયા ની વરણી
– ઉપ્રમુખ તરીકે ગીરીશભાઇ દશરથભાઇ પટેલ ની વરણી
– નગરપાલિકા ના પ્રમુખ ની ચુંટણી પૂર્ણ થતા અટકળો નો અંત આવ્યો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી આજ રોજ પ્રાંતિજ-તલોદ ના પ્રાંન્ત અધિકારી એ.જે.પટેલ અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની બીનહરીફ વરણી થઈ હતી




પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણી આજરોજ પ્રાંતિજ તલોદ ના પ્રાંન્ત અધિકારી એ.જે.પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાવાની હતી અને ચુંટાયેલા ૨૪ કોર્પોરેટરો માથી પ્રમુખ અને ઉપપ્રમુખ માટે માત્ર એક-એક ફોર્મ ભરાયાં હતાં તથા અન્ય કોઇ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ના ફોર્મ ભરાયાં હતા નહી તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રમુખ ઉપપ્રમુખના નામ ના મેન્ડેટ ચુંટણી અધિકારી ને આપ્યું હતું તો પ્રમુખ ઉપપ્રમુખ માટે અન્ય કોઇ ફોર્મ ના ભરાતા ચુંટણી અધિકારી એ.જે.પટેલ દ્વારા પ્રમુખ તરીકે અનિતાબેન જીજ્ઞેશ ભાઇ પંડયા તથા ઉપપ્રમુખ તરીકે ગીરીશભાઇ દશરથભાઇ પટેલ ને બિનહરીફ જોહેર કરવામાં આવ્યા હતાં તો નગરપાલિકાના ચુંટાયેલા સભ્યો દ્વારા પણ નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ને પાર્ટી ના આદેશ ને શીરો માન્ય ગણ્યો હતો અને પ્રમુખ અને ઉપપ્રમુખ ને ફુલ હાર પહેરાવી ને અભિનંદન પાઠવ્યા આવ્યા હતાં તો કોગ્રેસ અને અપક્ષ કોર્પોરેટરો દ્વારા પણ નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ને ફુલહાર પહેરાવી ને અભિનંદન પાઠવ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા