

સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગયા બુધવારે વિકરાળ આગ ફાટી નિકળી હતી, જેને કાબુમાં લેતા ફાયર બ્રિગેડને 32 કલાકનો સમય લાગ્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ શિવશક્તિ માર્કેટની મુલાકાત ગયા હતા અને વેપારીઓની વ્યથા સાંભળી હતી. તેમણે રાહત ફંડમાંથી 11 લાખનો ચેક પણ આપ્યો હતો.
સી આર પાટીલે મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે, નુકશાનીની ભરપાઇ કરવા માટે ગુજરાત સરકારને પોતે રજૂઆત કરશે. તેમણે કહ્યું કે કદાચ, આખું માર્કેટ ડિમોલીશન કરીને નવેસરથી બનાવીને નવા નિયમો મુજબ વધારાનું બાંધકામ મળે તો વેપારીઓને નવી દુકોનો મળશે અને પૈસા પણ ખર્ચવા નહીં પડશે. વેપારીઓને શું મળી શકશે તેના માટે પ્રોમિસ નથી કરતો, પરંતુ ભાજપ અને સરકાર વેપારીઓની સાથે ઉભી છે.