
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદને કરેલા સંબોધનમાં ભારતનુ નામ બે વખત લીધું હતું. ટ્રમ્પે કહ્યું કે, ભારત આપણી પર 100 ટકા ટેરિફ લગાવે છે જે બિલકુલ યોગ્ય નથી. 2 એપ્રિલથી અમેરિકા જે દેશ જેટલો ટેરિફ લગાવતું હશે તેટલો ટેરિફ લગાવશે.

ટ્રમ્પે કહ્યું કે, યુરોપિયન સંઘ, ચીન બ્રાઝીલ, મેક્સિકો, કેનેડા, ભારત આપણી પર ટેરિફ લગાવે છે. ઘણા દેશો એવા છે જે આપણાથી પણ વધારે ટેરિફ લગાવે છે. ચીન બે ગણો અને સાઉથ આફ્રિકા 4 ગણો વધારે ટેરિફ લગાવે છે.
ભારત ઓટો પર 100 ટકા ટેરિફ લગાવે છે. ટ્રમ્પે કહ્યું કે, 2જી એપ્રિલ એટલા માટે નક્કી કરવામાં આવી કે લોકો 1લી એપ્રિલ જાહેર કરું તો એપ્રિલ ફુલ સમજી બેસે.