
13.jpg?w=1110&ssl=1)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરતની મુલાકાતે આવી રહ્યા છે તે પહેલા સુરત શહેર ભાજપ અને જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. સુરત શહેર ભાજપના પ્રમુખના નામનું સસ્પેન્શન પુરુ થયું છે.

સુરત શહેર ભાજપના પ્રમુખ તરીકે પરેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. પરેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી C.R. પાટીલના ખાસ માણસ કહેવામાં આવે છે. તેઓ સુરત મહાનગર પાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રહી ચૂક્યા છે. જો કે આ પહેલા જ્યારે સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે પરેશ પટેલનું નામ ચર્ચામાં હતું ત્યારે મુળ સુરતી ભાજપી નેતાઓ અને કેટલાંક કોર્પોરેટરોએ હાઇકમાન્ડ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ C.R. પાટીલનો હાથ ઉપર રહ્યો છે.