સુરતની વન્યા ભટ્ટે બ્રોડવેના મ્યુઝિકલ ડ્રામા-માય ફેર લેડીમાં- એલાઇઝા ડૂલિટલ તરીકે દર્શકોને મોહી લીધા

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
સુરતની વન્યા ભટ્ટે બ્રોડવેના મ્યુઝિકલ ડ્રામા-માય ફેર લેડીમાં- એલાઇઝા ડૂલિટલ તરીકે દર્શકોને મોહી લીધા

બેંગલુરુ, 3 માર્ચ: દેશની અગ્રણી ક્રાઇસ્ટ યુનિવર્સિટી ખાતે 1 અને 2 માર્ચે ઇન્ટરનેશલ લેવલે બ્રોડવે પર ભજવાતા લર્નર અને લોયેની દ્વારા લિખિત માય ફેર લેડી નાટકનું ભવ્ય આયોજન કર્યું હતું જે દર્શકોને મંત્રમુગ્ધ કરી ગયું. આ નાટક ચાર આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામ્યું હતું અને મ્યુઝિક થિયેટર ઇન્ટરનેશનલ (MTI)નું લાયસન્સ મેળવીને કરવામાં આવ્યું  હતું. શોના મુખ્ય આકર્ષણમાં વન્યા ભટ્ટની એલાઇઝા ડૂલિટલની ભૂમિકા હતી, જે દર્શકોના મન પર ગજબની છાપ છોડી ગઈ.

surat
Khabarchhe.com

આ બંને દિવસો દરમિયાન ઓડિટોરિયમ લોકોથી ખચાખચ ભરેલું હતું. નાટકની મોહક વાર્તા, પાત્રનિર્માણ અને ભવ્ય મંચ વ્યવસ્થાએ સૌને પ્રભાવિત કર્યા. બન્ને દિવસોએ શોના અંતે પ્રેક્ષકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. 

surat
Khabarchhe.com

વન્યા ભટ્ટ, જે ક્રાઇસ્ટ યુનિવર્સિટીની વિદ્યાર્થિની છે. તેણે વેસ્ટર્ન ક્લાસિકલ વોકલની તાલીમ લીધેલી છે. તે સૂરતની સાર્વજનિક યુનિવર્સિટીની સ્કોપા કોલેજમાંથી ડ્રામામાં ડિપ્લોમાં પણ કરી ચૂકી છે.  આ ઇન્ટરનેશનલ અનુભવ વિશે વન્યાએ જણાવ્યું, “મારા માટે આ જીવનની સૌથી મોટી તક હતી. આ માટે હું મારી યુનિવર્સિટી અને પ્રોફેસરોની આભારી છું, જેમના માર્ગદર્શનથી આ અનુભવ મારા માટે અવિસ્મરણીય બન્યો. એલાઇઝા ડૂલિટલનું પાત્ર નિભાવવું મારા માટે એક ચેલેન્જિંગ અને રોમાંચક અનુભવ રહ્યો.”

surat
Khabarchhe.com

મૂળ સુરત, ગુજરાતની વતની વન્યા ભટ્ટ એક પ્રતિભાશાળી ગાયિકા અને સંગીતકાર છે. તેણે બાળપણથી સંગીતમાં રુચિ હતી અને અનેક સ્પર્ધાઓ અને શોઝમાં ભાગ લીધો છે. તેઓ શ્રીનાથજીના હવેલી સંગીતમાં પણ પરફોર્મ કરે છે. વન્યાનું બાજત આજ વધાઈ ગોકુલ માં સહિત પાંચ ભજનોનું આલબમ રીલીઝ થયું છે.

error: Content is protected !!