
પ્રાંતિજ કોલેજના વિદ્યાર્થીઓનો યુવક મહોત્સવમાં ઉત્તમ દેખાવ
– વિદ્યાર્થીની મીમીક્રીની સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે વિજેતા બની
– અન્ય સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ પ્રસંશનીય દેખાવ કર્યો હતો

પ્રાંતિજની શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસ પ્રવૃતિઓ ધ્વારા વિધ્યાર્થીઓમાં વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડતરમાં ઉપયોગી થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓ કરતી આવી છે તેના ભાગરૂપે તાજેતરમાં પાંચમી અને છઠ્ઠી માર્ચના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ માં યોજાયેલા આંતર કોલેજ યુવક મહોત્સવમાં માઈમ, સ્કીટ,મીમીક્રી, વકૃત્વ સ્પર્ધા,ડીબેટ,ક્વીઝ,રંગોળી અને અન્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો તેમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિ રાઠોડ શીતલબેન રાજેશસિંહે મીમીક્રીની સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે વિજેતા બની પ્રાંતિજ કોલેજ તેમજ પ્રાંતિજ તાલુકાનું અને સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે તેની આ વિશેષ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય ડૉકામેશ્વર પ્રસાદ સાહેબે તેમજ સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા આ યુવક મહોત્સવમાં અન્ય સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ પ્રસંશનીય દેખાવ કર્યો હતો કોલેજના સાંસ્કૃતિક વિભાગના કન્વીનર પ્રાધ્યાપક રાજેન્દ્રભાઈ પંચાલ, રાજેન્દ્રભાઈ ઓઝા,ડૉસતીશ પટેલ તેમજ અન્ય અધ્યાપક મિત્રોના માર્ગદર્શન હેઠળ આ યુવક મહોત્સવમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્તમ દેખાવ કર્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા