પ્રાંતિજ ખાતે ક્રિકેટ રસિકોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો
– ભારત ની શાનદાર જીત બાદ લોકો રસ્તાઓ ઉપર આવી ફટાકડા ફોડયા
– પ્રાંતિજ ખાતે દિવાળી જેવો માહોલ જોવા મલ્યો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ભારત ચેમ્પિયન ટોફી વિજય બાદ ક્રિકેટ રસિકો મા આનંદ જોવા મલ્યો હતો અને રોડ ઉપર આવી ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી જીતનો ઉત્સવ મનાવ્યો હતો














રવિવાર ના રોજ ઇન્ડીયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ ને લઈ ને સવાર થીજ ક્રિકેટ પ્રેમીઓમા ભારતની જીતને લઈ ને ઉત્સાહ જોવા મલ્યો હતો અને બપોર ના સમયે મેચ ચાલુ થતા ક્રિકેટ પ્રેમીઓ ટીવી સ્ક્રીન આગળ ગોઠવાઈ ગયા હતા તો લોકો પોતાના ધરોમા કે મોબાઈલ મા મેચ જોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને મોડી રાતે ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે ચાર વિકેટે પર રોમાંચક ટાઈટલ જીત્યા બાદ સમગ્ર દેશના રસ્તાઓ પર એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે ભાગ્યે જ જોવા મળે છે પ્રાંતિજ ખાતે તો જાણે દિવાળી જેવો માહોલ નજરે પડતો હતો ત્યારે વર્ષ ૨૦૧૧ માં ધોનીની કપ્તાનીમાં ભારતમાં આયોજિત ફિફ્ટી-ફિફ્ટી વર્લ્ડ કપમાં જીત સમયે પણ આવી જ કેટલીક તસવીરો જોવા મળી હતી જેનું રવિવારે પુનરાવર્તન થયું હતું તો આજે રવિવારે ભારતે ન્યુઝીલેન્ડ ને હરાવ્યું ત્યારે ફરી એકવાર આ દ્રશ્ય જોવા મળ્યું હતું પ્રાંતિજ ખાતે સામાન્ય થી લઈને દરેક વર્ગના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા લોકોએ રસ્તાઓ પર ફટાકડા ફોડીને અને ઢોલના તાલે નાચીને ભારતની જીતની ઉજવણી કરી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા તો પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર શિવપેલેસ , ભાંખરીયા બસસ્ટેશન , સોનીવાડા નાકા , વેરાઇ મંદિર ચોક , આંટીયાવાસ , નાનીભાગોળ સહિત ના વિસ્તારો મા ક્રિકેટ રસિકોએ ભારત ની જીત બાદ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી અને ક્રિકેટ પ્રેમીઓ હાથમા રાષ્ટ્ર ધ્વજ લઈ ને તિરંગો લહેરાવી એકઠા થઈ ને ભારત માતાકી જય , જય શ્રીરામ , વંદે માતરમ ના નારા સાથે જીતની ખુશી વ્યક્ત કરી હતી અને ભારત ની જીતનો ઉત્સવ મનાવ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા