મહા કુંભનો મહાચોર પકડાયો, 60 લાખના ફોન જપ્ત કરાયા

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
મહા કુંભનો મહાચોર પકડાયો, 60 લાખના ફોન જપ્ત કરાયા

પ્રયાગરાજ અને વારાણસીમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન જ્યારે મહેનતુ લોકો રોજગારથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા, ત્યારે ચોર અને પાકિટમારોએ પણ આ ભીડનો ફાયદો ઉઠાવ્યો હતો.  આ વાત ત્યારે સામે આવી જ્યારે વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશન પર જીઆરપી અને RPFની સંયુક્ત ટીમે  90 મોંઘા એન્ડ્રોઇડ ફોન સાથે એક શાતિર ચોરને પકડ્યો.  આ ચોરાયેલા ફોનની કિંમત અંદાજે 60 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

Prayagraj-Mahakumbh2

વારાણસી કેન્ટ જીઆરપી સ્ટેશનના પ્રભારી હેમંત કુમારે જણાવ્યું કે, બિહારના મહારાજગંજનો રહેવાસી રવિ કુમાર ઉર્ફે ગોલુ રેલવે સ્ટેશન પર ચેકિંગ દરમિયાન ઝડપાયો હતો.  શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા આ યુવાન પાસેથી લેડી બેગ અને સેડલ બેગમાં છુપાવેલ 90 મોંઘા મોબાઈલ ફોન અને 1950 રૂપિયા રોકડા મળી આવ્યા હતા.  પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ ફોન પ્રયાગરાજ અને વારાણસીમાંથી ચોર્યા હતા.

પોલીસ અધિકારીએ કહ્યું કે જપ્ત કરાયેલા મોબાઈલને સર્વેલન્સ પર રાખવામાં આવી રહ્યા છે જેથી તેના અસલી માલિકોને શોધી શકાય.  આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે જેથી તેની પાછળ કોઈ મોટી ગેંગ છે કે કેમ તે જાણી શકાય.

Prayagraj-Mahakumbh

પોલીસનું માનવું છે કે, મહાકુંભ દરમિયાન આવી ચોરીની ઘટનાઓને સંગઠીત રીતે અંજામ આપવામાં આવ્યો હોય. 

પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું આ ચોરીની આ શ્રેણી મહાકુંભમાં આવેલા લોકોને નિશાન બનાવવાના મોટા કાવતરાનો ભાગ છે. 

રિકવર કરાયેલા ફોનની કિંમત 60 લાખ રૂપિયા હોવાથી મામલો વધુ ગંભીર બન્યો છે.  પ્રશાસને મેળામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવાના સંકેત આપ્યા છે.

Leave a Reply

error: Content is protected !!