

પ્રયાગરાજમાં 45 દિવસનો મહાકુંભ તો પતી ગયો, પરંતુ એની પર રાજકારણમાં ગરમાટો હજુ ચાલું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મહાકુંભમાં ડુબકી લગાવવા ન ગયા એ મુદ્દા પર રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર કહ્યુ કે, જે લોકો મહાકુંભમાં સામેલ નથી થયા તેમને પુછવુ જોઇએ કે તમે હિંદુ હિંદુની વાતો કરો છો તો પછી મહાકુંભમાં કેમ ન ગયા? તેઓ હવે પોતે હિંદુ કહેવાથી ડરી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ પણ જવાબ આપ્યો છે કે, મહારાષ્ટ્રને દગો આપીને જે પાપ કર્યું છે તે ગંગામાં સ્નાન કરવાથી ધોવાઇ જવાનું નથી. વિશ્વાસઘાતનો થપ્પો જિંદગીભર રહેશે.
જો કે રાજકારણના જાણકારોનું કહેવું છે કે , મહાકુંભમાં ન જઇને ઉદ્ધવ ઠાકરેએ મોટી ભૂલ કરી છે