
58.jpg?w=1110&ssl=1)
જયપુર-2ની જિલ્લા ગ્રાહક કોર્ટે વિમલ પાન મસાલાની જાહેરખબરમા દેખાતા બોલિવુડ અભિનેતાઓ શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ અને કંપનીના ચેરમેનનને નોટીસ મોકલી છે અને 19 માર્ચે કોર્ટમાં જવાબ આપવા હાજર રહેવા આદેશ કર્યો છે.
યોગેન્દ્ર નામના વ્યકિતએ કોર્ટમાં કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે જ્યારે કેસરનો એક કિલોનો ભાવ 4 લાખ રૂપિયા છે ત્યારે દાને દાને પે કેસર કા દમનો દાવો 5 રૂપિયાની વિમલમાં કેવી રીતે કરી શકે? માત્ર ભ્રામક જાહેરાતો કરીને લોકોને ઉલ્લૂ બનાવવામાં આવી રહ્યા છે. માત્ર પોતાનો નફો વધારવા ખોટી વાત રજૂ કરવામાં આવી રહી છે.
અરજદારે કહ્યું કે, 5 રૂપિયામાં કેસરની સુંગધ પણ આપી શકાય. આ અભિનેતાઓ કેન્સર જેવી ઘાતક બિમારીને આમંત્રણ આપી રહ્યા છે.