

એક વ્યક્તિએ 20 વર્ષ સાયકલ પર ઘરે ઘરે દુધ વેચ્યું અને તે વખતે રોજનું 60 લીટર દુધ વેચતા આજે એ વ્યક્તિની કંપની ઉભી થઇ ગઇ છે અને રોજનું 36 લાખ લીટર દુધનું ઉત્પાદન કરે છે.
દિલ્હી-NCRની આજુબાજુ પારસ મિલ્ક બ્રાન્ડ ફેમસ છે અને અમૂલ, મધર ડેરી જેવી મોટી બ્રાન્ડને ટક્કર આપે છે.
1933માં જન્મેલા વેદ રામ નાગરે 27 વર્ષની ઉંમરે સાયકલ પર ઘરે ઘરે ફરીને દુધ વેચવાનું શરૂ કર્યુ હતુ અને 20 વર્ષ સુધી દુધ વેચ્યું. એ પછી તેમણે 1987માં ગાઝીયાબાદના સાહિદાબાદમાં દુધનો પહેલો પ્લાન્ટ શરૂ કર્યો અને એ પછી બીજા બે પ્લાન્ટ પણ નાખ્યા. આજે દેશની ટોચની ડેરી ઉદ્યોગમાં તેમની કંપનીનું નામ આવી ગયું છે. 2005માં વેદ રામ નાગરનું અવસાન થયું અને તેમના સંતાનો પિતાનો બિઝનેસ આગળ વધારી રહ્યા છે.