
-copy8.jpg?w=1110&ssl=1)
સુરતમાં 30 માર્ચ રવિવારે સવારે કતારગામ દરવાજાથી કાપોદ્રા સુધી રત્નકલાકારોની એક રેલી નિકળી અને શાંતિપૂર્ણ રીતે કોઇ પણ જાતની બબાલ વગર રેલી પુરી થઇ ગઇ. અત્યાર સુધી રત્નકલાકારોના સંગઠન ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની સરકાર સામેની લડાઇ હોવાનું લાગતું હતું, પરંતુ રવિવારે એવું લાગ્યું કે રત્નકલાકારો સરકારના સપોર્ટમાં અને ડાયમંડ કંપનીના માલિકો વિરુદ્ધ થઇ ગયા હોય.
જ્યારે મીડિયાએ સવાલ પુછ્યો તો ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, સરકાર અમારી સાથે જ છે, જો સરકારનો સપોર્ટ નહીં હતો તો આજે આ રેલી નિકળતે જ નહીં. અમારી મુખ્ય માંગ એ છે કે રત્નકલાકારોને 30 ટકા ભાવ વધારો આપવામાં આવે અને સરકાર ડાયમંડ ઉદ્યોગના લોકોમાંથી જ કમિટી બનાવે.