ધરતીનું સૌથી સૂકું ગામ, જ્યાં ક્યારેય નથી વરસતો વરસાદ, છતા અહીં વસે છે જિંદગી

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
ધરતીનું સૌથી સૂકું ગામ, જ્યાં ક્યારેય નથી વરસતો વરસાદ, છતા અહીં વસે છે જિંદગી

ધરતી પર વરસાદ જીવનનો એક મહત્ત્વનો હિસ્સો હોય છે, તો એક ગામ એવું પણ છે, જ્યાં ક્યારેય વરસાદ પડતો નથી. આ ગામ યમનમાં આવેલું છે, જેનું નામ અલ હુતૈબ છે, જે પોતાની અનોખી ભૌગોલિક સ્થિતિને કારણે વિશ્વભરના વૈજ્ઞાનિકો અને પ્રવાસીઓ માટે રહસ્ય બન્યું છે. આવો જાણીએ દુનિયાના આ અનોખા ગામ બાબતે.

Al-Hutaib3

ક્યાં છે આ અનોખું ગામ?

અલ હુતૈબ ગામ યમન દેશમાં આવેલું છે. તે સમુદ્રની સપાટીથી લગભગ 3,200 મીટરની ઉંચાઈ પર વસ્યું છે. આ જગ્યા એટલી ઉંચાઈ પર છે કે અહીં વરસાદી વાદળો પહોંચી જ શકતા નથી અને નીચે જ વરસાદ પડી જાય છે. આ જ કારણ છે કે, અહીં આજ સુધી વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી.

Al-Hutaib4

વાસ્તવમાં, આ ગામ ખૂબ જ ઊંચાઈ પર વસેલું છે, એટલે અહીંનું હવામાન સામાન્ય રીતે ગરમ રહે છે. શિયાળા દરમિયાન, સવારે થોડી ઠંડક અનુભવાય છે, પરંતુ દિવસ આગળ વધતા જ ખૂબ તેજ ગરમી પડવા લાગે છે. આ ગામમાં વરસાદ પડતો નથી, એટલે અહીં પાણીના સ્ત્રોતની વ્યવસ્થા કરવી એ લોકો માટે એક પડકાર છે.

Al-Hutaib

અહીં રહેનારા લોકો પાણી માટે પ્રાકૃતિક જળ સ્ત્રોતો અને સંગ્રહિત પાણી પર નિર્ભર રહે છે. આસપાસના પહાડોથી પ્રાકૃતિક ઝરણા નીકળે છે, જેમાંથી લોકો પીવા અને અન્ય જરૂરિયાતો માટે પાણી એકત્રિત કરે છે. આ સિવાય ઘણી જગ્યાઓ પર ભૂમિગત જળ સ્ત્રોતો પણ ઉપસ્થિત છે. લોકો તેનો ઉપયોગ ખેતી અને પીવાના પાણીના રૂપમાં કરે છે.

આટલી ઊંચાઈ પર કેમ વસાવ્યું આ ગામ?

આ ગામને આટલી ઊંચાઈએ વસાવવા પાછળ ઐતિહાસિક અને ધાર્મિક કારણો હોવાનું કહેવામાં આવે છે. અહીં પ્રાચીન અને આધુનિક વાસ્તુકળાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. ગામની રચના અને ડિઝાઇન તેને વધુ સુંદર અને ખાસ બનાવે છે.

Related Posts

Leave a Reply

error: Content is protected !!