મુસ્કાન-સાહિલને મળવા જેલમાં ગયા અરુણ ગોવિલ, રામાયણ આપીને કહ્યું, તમે…

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
મુસ્કાન-સાહિલને મળવા જેલમાં ગયા અરુણ ગોવિલ, રામાયણ આપીને કહ્યું, તમે...

મેરઠના સૌરભ હત્યા કેસના આરોપી મુસ્કાન અને સાહિલ છેલ્લા 10 દિવસથી મેરઠ જિલ્લા જેલમાં બંધ છે. આ દરમિયાન, બંને જેલમાં મેરઠના BJPના સાંસદ અરુણ ગોવિલને મળ્યા. અરુણ ગોવિલે જેલમાં કેદીઓને રામાયણની નકલોનું વિતરણ કર્યું. આ દરમિયાન, તેમણે મુસ્કાન અને સાહિલને એક-એક રામાયણની પુસ્તક ભેટમાં આપી અને તેમને તે વાંચવાની સલાહ આપી.

Arun Govil

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, અરુણ ગોવિલ 30 માર્ચ, રવિવારના રોજ મેરઠની ચૌધરી ચરણ સિંહ જિલ્લા જેલ પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત રામાયણના વિતરણ અભિયાનનો એક ભાગ હતી. જેથી કેદીઓમાં આધ્યાત્મિક અને નૈતિક વિચારસરણી પ્રેરિત થઈ શકે. તેમણે કેદીઓને 1,500 નકલો વહેંચી હતી. સૌરભ હત્યા કેસના આરોપી મુસ્કાન અને સાહિલને પણ એક-એક નકલ આપવામાં આવી હતી. MP અરુણ ગોવિલના જણાવ્યા મુજબ, રામાયણ પ્રાપ્ત કર્યા પછી મુસ્કાન ભાવુક થઈ ગઈ હતી અને તેણે આશા વ્યક્ત કરી હતી કે, રામાયણ વાંચવાથી તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, અરુણ ગોવિલે કહ્યું, ‘તમારા લોકો દ્વારા એક દુર્ભાગ્યપૂર્ણ કૃત્ય કરવામાં આવ્યું છે. પરંતુ, દરેક માનવીમાં લાગણીઓ અને સંવેદનશીલતા હોય છે.’

રામાયણની નકલ લેતી વખતે, મુસ્કાન અને સાહિલે સાંસદ અરુણ ગોવિલને કહ્યું, ‘અમે હવેથી તેને વાંચીશું અને તેના નિયમોનું પાલન કરીશું.’

Arun Govil

સિનિયર જેલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. વિરેશ રાજ શર્માએ પુષ્ટિ આપી કે, મુસ્કાન અને સાહિલે અન્ય કેદીઓ સાથે રામાયણ સ્વેચ્છાએ સ્વીકારી હતી. તેમણે એમ પણ કહ્યું કે, બંનેની હાલતમાં સુધારો થયો છે અને તેઓ ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ, અધિકારીઓએ એમ પણ કહ્યું કે, બંને કેદીઓએ મોટાભાગે તેમની ડ્રગ્સની આદતો પર કાબુ મેળવી લીધો છે અને જેલમાં એક સામાન્ય સ્થિર દિનચર્યામાં પ્રવેશ કરી રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, 10 દિવસ સુધી ખાસ દેખરેખ હેઠળ રાખ્યા પછી, આરોપી સાહિલ અને મુસ્કાનને જેલની અલગ બેરેકમાં મોકલી દેવામાં આવ્યા છે અને તેમને કામ પણ ફાળવી આપવામાં આવ્યું છે.

Leave a Reply

error: Content is protected !!