

ઉત્તર પ્રદેશના સંતકબીર નગર વિસ્તારના એક ગામની એક મહિલાએ એક અઠવાડિયા અગાઉ તેના પતિ અને 2 નાના-નાના બાળકોને છોડીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. લોકો તેને લઇ આ જાત જાતની વાતો કરી રહ્યા હતા. મંગળવારે મહિલા પોતાના પ્રેમીને છોડીને તેના બાળકો અને પતિ પાસે પાછી આવતી રહી હતી.
શું છે સમગ્ર મામલો
ધનઘટા વિસ્તારના એક ગામના યુવકના લગ્ન વર્ષ 2017માં ગોરખપુર જિલ્લાની એક યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ તે પોતાના સાસરે આવી ગઇ હતી. તેના 2 બાળકો પણ થયા, જેમની ઉંમર 7 અને 5 વર્ષ છે. આ દરમિયાન મહિલા સાસરિયાવાળા ગામના એક યુવકને દિલ દઇ બેઠી અને બંનેનો પ્રેમ દિવસેને દિવસે વધવા લાગ્યો હતો. જેની ચર્ચા ગામમાં ગલી-ગલી ગુંજવા લાગી. 20 માર્ચે મહિલા પતિ અને બાળકોને છોડીને પ્રેમી સાથે જતી રહી હતી.

4 દિવસ સુધી બંનેએ આમ તેમ સમય વિતાવ્યો અને પછી 24 માર્ચની સાંજે ગામમાં આવી ગયા. મહિલા ગામમાં પહોંચતા જ તેના પતિ અને સાસુએ તેને પોતાના ઘરે લઈ જવાનો પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ તે ઘરે જવા તૈયાર ન થઈ. ગામના લોકોએ પણ ખૂબ પ્રયાસ કર્યો અને સમજાવી, પરંતુ મહિલાએ પ્રેમી સાથે જ જીવવા-મરવાના સોગંદ ખાઈને ઘરે જવાની ના પાડી દીધી. 24 માર્ચની સાંજે ગામના કેટલાક લોકોની ઉપસ્થિતિમાં ધનઘટા સ્થિત બાબા દાનીનાથ શિવ મંદિરના પ્રાંગણમાં મહિલાએ પોતાના પ્રેમી સાથે બાબા ભોલેનાથને સાક્ષી માની લગ્ન કરી લીધા અને પોતાના પ્રેમી સાથે જતી રહી હતી.

મંગળવારે મહિલાનો જૂનો પતિ બંને બાળકોને લઇને પોતાની પત્ની પાસે પહોંચ્યો હતો અને ઘરે આવતા રહેવાની જિદ કરતા બોલ્યો કે જો તે ઘરે નહીં આવે તો તે બાળકો સાથે અહીં જ આત્મહત્યા કરી લેશે. પછી મહિલાની મમતા જાગી અને તે પોતાના બાળકોને ખોળામાં લઇને પૂર્વ પતિ સાથે સાસરે પહોંચી હતી. બીજી તરફ તેનો પ્રેમી પણ મહિલાને પોતાની સાથે રાખવાની વાત કરી રહ્યો છે, પરંતુ મહિલા હવે બાળકો સાથે પોતાના સાસરિયાંના ઘરે જીવન જીવવાના સોગંધ ખાઈ રહી છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, અમે વીડિયોની પુષ્ટિ કરતા નથી.