મારુતિએ આપ્યો આંચકો! મોંઘી થઈ ગઈ ભારતીયોની ફેવરિટ કાર, ગ્રાન્ડ વિટારાના પણ વધ્યા ભાવ

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
મારુતિએ આપ્યો આંચકો! મોંઘી થઈ ગઈ ભારતીયોની ફેવરિટ કાર, ગ્રાન્ડ વિટારાના પણ વધ્યા ભાવ

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ તેના વ્હીકલ પોર્ટફોલિયોની કિંમતો અપડેટ કરવાની જાહેરાત કરી છે. આ વર્ષે આ ત્રીજી વખત છે જ્યારે કંપની પોતાની કારની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. કંપનીએ આગામી 8 એપ્રિલ, 2025થી તેના ઘણા કાર મોડલ્સની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. મારુતિ વેગનઆરથી લઈને ગ્રાન્ડ વિટારા સુધીના તમામ મોડલની કિંમતમાં રૂ. 2,500 થી રૂ. 62,000 સુધીનો વધારો કરવામાં આવશે.

કેમ વધી રહી છે કિંમત:

કંપની દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મારુતિ સુઝુકીના વિવિધ મોડલના ઉત્પાદન ખર્ચ અને ઓપરેશનલ ખર્ચમાં વધારો થવાને કારણે કારની કિંમતમાં વધારો કરવો જરૂરી બન્યો હતો. ઈનપુટ કોસ્ટ અને કાચા માલના ભાવને પણ આ વધારાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને BSE લિમિટેડને કંપનીએ જણાવ્યું હતું કે, કંપનીએ સતત પ્રયાસો કર્યા કે ઈનપુટ ખર્ચ અને કિંમતોની અસર ગ્રાહકો પર ઓછી પડે, પરંતુ વધેલી કિંમતનો અમુક હિસ્સો બજાર પર મુકવો જરૂરી હતો.

maruti-suzuki1

કેટલી વધશે કિંમત:

મારુતિ સુઝુકીનું કહેવું છે કે કિંમતોમાં વધારો વિવિધ મોડલ પર નિર્ભર રહેશે. કંપનીની પ્રખ્યાત SUV ગ્રાન્ડ વિટારાની કિંમતમાં 62,000 રૂપિયા સુધીનો વધારો થશે. તો, કંપનીની સૌથી સસ્તી વાન મારુતિ Eeco ની કિંમતમાં અંદાજે 22,500 રૂપિયાનો વધારો થશે. મારુતિના ટોલ બ્વોય કહેવાતા Wagon Rની કિંમતમાં 14,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે.

કંપનીએ કહ્યું કે કોમ્પેક્ટ SUV Fronxની કિંમતમાં રૂ. 2,500નો, Desire Tour Sની કિંમતમાં રૂ. 3,000 સુધીનો વધારો કરવામાં આવશે. આ સિવાય મલ્ટીપરપજ વાહનો XL6 અને Ertiga પહેલા કરતા 12,500 રૂપિયા મોંઘા થશે. 

maruti-suzuki

ભારતીયોની ફેવરિટ છે Wagon R…

પાછલા નાણાકીય વર્ષમાં (નાણાકીય વર્ષ 24-25), મારુતિ સુઝુકી Wagon R ફરી એકવાર દેશની સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. કંપનીએ આ નાણાકીય વર્ષમાં આ કારના 1,98,451 યુનિટ વેચ્યા છે. કંપનીનો દાવો છે કે આ કાર છેલ્લા ચાર નાણાકીય વર્ષથી સતત બેસ્ટ સેલર રહી છે. જે તેની લોકપ્રિયતા સ્પષ્ટપણે દર્શાવે છે. અત્યાર સુધીમાં આ કારના કુલ 33.7 યુનિટ વેચાઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં આ આંકડો 40 લાખ યુનિટને સ્પર્શી જશે. કંપનીનું એમ પણ કહેવું છે કે Wagon Rને દર ચારમાંથી એક ગ્રાહક તેને ફરીથી ખરીદી રહ્યો છે. 

તમને જણાવી દઈએ કે, મારુતિ સુઝુકીએ માર્ચ મહિનામાં સ્થાનિક બજાર અને એક્સપોર્ટ માર્કેટ સહિત કુલ 1,92,984 કારનું વેચાણ કર્યું છે. જે ગયા વર્ષે માર્ચમાં વેચાયેલા 1,87,196 યુનિટ કરતાં 3% વધુ છે. સ્થાનિક બજારની વાત કરીએ તો, કંપનીએ સ્થાનિક બજારમાં પેસેન્જર કારના કુલ 1,50,743 યુનિટ વેચ્યા છે. જે ગયા વર્ષે માર્ચમાં વેચાયેલા 1,52,718 યુનિટ કરતાં 2% ઓછું છે.

error: Content is protected !!