fbpx

2 લિસ્ટેડ કંપનીઓમાં વિભાજીત થવા જઇ રહી છે ટાટા મોટર્સ, ચેરમેને શેર કર્યો ડીમર્જરનો પ્લાન

Spread the love
2 લિસ્ટેડ કંપનીઓમાં વિભાજીત થવા જઇ રહી છે ટાટા મોટર્સ, ચેરમેને શેર કર્યો ડીમર્જરનો પ્લાન

ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ 2 લિસ્ટેડ કંપનીઓમાં વિભાજીત થવા જઈ રહી છે. ટાટા મોટર્સના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, કંપની દેવામુક્ત થઈ ચૂકી છે અને આ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં આ કંપની 2 લિસ્ટેડ કંપનીઓના રૂપમાં કામ કરશે. 20 જૂનના રોજ ટાટા મોટર્સ લિમિટેડની 80મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં શેરધારકોને સંબોધિત કરતા ચંદ્રશેખરને તાજેતરમાં થયેલી એર ઈન્ડિયા ફ્લાઇટ 171 દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી અને 2 મિનિટનું મૌન પાળ્યું. તેમણે દિવંગત રતન ટાટાને પણ શ્રદ્ધાંજલિ આપી અને તેમને એક માર્ગદર્શક અને નેતા તરીકે ગણાવ્યા. જેમના મૂલ્યોએ ટાટા ગ્રુપને નવો આકાર આપ્યો.

ડિમર્જર પ્લાન પર બોલતા ચંદ્રશેખરને કહ્યું કે, ટાટા મોટર્સ જલદી જ 2 લિસ્ટેડ કંપનીઓમાં વિભાજીત થઈ થશે. એક કંપની કોમર્શિયલ વ્હીકલ (CV) પર ફોકસ હશે અને બીજી પેસેન્જર વ્હીકલ (PV) અને જેગુઆર લેન્ડ રોવર (JLR) પર ફોકસ રહેશે. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ સમર્પિત નેતૃત્વ અને સ્પષ્ટ રણનીતિક દિશા સાથે સ્વતંત્ર રૂપે સંચાલન કરવા માટે પરિચાલનને ખૂબ સુવ્યવસ્થિત કામ કર્યું છે અને દરેક ખંડને મજબૂત કર્યો છે.

tata-motors1

કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટના પ્રદર્શન પર બોલતા તેમણે કહ્યું કે 75,100 કરોડ રૂપિયાની આવક અને 8,800 કરોડ રૂપિયાનો રેકોર્ડ EBITDA હાંસલ કર્યો છે. તેણે 7,500 કરોડ રૂપિયાનો ફ્રી કેશ ફ્લો જનરેટ કર્યો છે અને 37.7 ટકાનું મજબૂત રિટર્ન ઑઁ કેપિટલ એમ્પલોયઝ (ROCE) પણ હાંસલ કર્યું છે. જ્યારે વ્યવસાયે ટ્રક અને બસોમાં બજાર હિસ્સેદારી નોંધાવી છે, ચંદ્રશેખરને સ્વીકાર્યું કે નાના કોમર્શિયલ વાહન સેગમેન્ટનું પ્રદર્શન નબળું થયું છે અને આગામી વર્ષમાં કંપની માટે એક મુખ્ય ફોકસ એરિયા બન્યો છે.

પેસેન્જર વ્હિકલ્સમાં ટાટા પંચ ભારતની સૌથી વધુ વેંચાતી SUV બની ગઈ, જ્યારે CNG અને EV મળીને કંપનીના મલ્ટી-પાવરટ્રેન પોર્ટફોલિયોમાં 36 ટકા હિસ્સો લીધો. PV બિઝનેસે 48,445 કરોડ રૂપિયાની આવક અને 0.9 ટકા EBITDA નોંધાવ્યો, જે FY24ની તુલનામાં EBITDA માર્જિનમાં 40 બેસિસ પોઈન્ટનો સુધાર છે.

જેગુઆર લેન્ડ રોવર (JLR)એ 28.9 બિલિયન રૂપિયાની આવક અને 8.5 ટકાના EBITDA સાથે મજબૂત પ્રદર્શન કર્યું, જેના પરિણામસ્વરૂપ 2.5 બિલિયનની કરવેરા અગાઉની આવક JLRએ વર્ષ માટે ચોખ્ખી રોકડ પણ પોઝિટિવ બનાવી દીધી. રેન્જ રોવર અને ડિફેન્ડર કેટેગરીઓની સતત મજબૂત માગે આ ગ્રોથમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. ચંદ્રશેખરને કહ્યું કે કંપનીએ ભારતમાં રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટની સ્થાનિક એસેમ્બલી શરૂ કરી દીધી છે, જેથી લક્ઝરી બ્રાન્ડ્સ ભારતીય ગ્રાહકો માટે વધુ સરળ થઈ ગઈ છે.

n-chandrasekaran

ટાટા મોટર્સે નાણાકીય વર્ષ 25માં 4,39,695 કરોડ રૂપિયાની હાઇ રેવેન્યૂ, 57,649 કરોડ રૂપિયાનો EBITDA અને 34,330 કરોડ રૂપિયાનો ટેક્સ બિફોર પ્રોફિટ નોંધાવ્યો. આ આંકડા એક માઈલ્ડસ્ટોન સાબિત થયા કેમ કે વર્ષ દરમિયાન ટાટા મોટર્સ ગ્રુપ દેવામુક્ત થઈ ગયું. ચંદ્રશેખરને કહ્યું કે તેમણે રતન ટાટાને તેમના નિધન અગાઉ PV વ્યવસાયના બદલાવ બાબતે જણાવ્યું હતું અને શ્રી ટાટાએ તેના માટે સહમતિ આપી હતી.

બોર્ડે નાણાકીય વર્ષ 2025 માટે શેર દીઠ 6 રૂપિયાના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે, જે સ્ટોક હોલ્ડર્સની મંજૂરીને આધીન છે. ચંદ્રશેખરને ચેતવણી આપી હતી કે, ઇનકમના સર્કલમાં અસ્થિરતા ચાલુ રહેશે, તેમણે ભૂ-રારાજનીતિક સંઘર્ષો, પુરવઠા શૃંખલાઓમાં બદલાવ, ટેરિફ, AI વિક્ષેપો અને એનર્જી વિસ્તારનેને મુખ્ય પડકારો ગણાવ્યા.

error: Content is protected !!