

એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ જગત મંદિર દ્વારકા દર્શન કરવા જવા માટે જામનગરથી પદયાત્રા શરૂ કરી છે અને તેમની પદયાત્રાના 5 દિવસ પુરા થયા છે અને અનંતે ચાલીને 50 કિ.મીનું અંતર પુરુ કર્યું છે.
અનંત અંબાણી ટ્રાફીક જામ ન થાય એટલા માટે રાત્રે ચાલી રહ્યા છે. 5 મા દિવસે જ્યારે તેઓ પદયાત્રા કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક મરઘી ભરેલો ટેમ્પો કતલખાને જઇ રહ્યો હતો. અનંત અંબાણી તેમના સ્ટાફને કહીને ટેમ્પો અટકાવ્યો હતો અને ટેમ્પોમાં રાખેલી 250 મરઘીઓને બમણી રકમ આપીને ખરીદી લીધી હતી અને પછી છોડી દીધી હતી.
કેટલાંક લોકો અનંતની જીવદયાની પ્રસંશા કરી રહ્યા છે જો કે કેટલાંક લોકોનું કહેવું છે કે, આ બધું પબ્લિસીટી માટે કરવામાં આવી રહ્યું છે. જો ખરેખર અનંતને જીવદયા હોય તો બધા કતલખાના બંધ કરાવી દેવા જોઇએ.