
પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ માં ફરજ બજાવતા ત્રણ શિક્ષકો નો વિદાય શુભેચ્છા સમારોહ યોજાયો
– એક શિક્ષિક નિવૃત થતા બે શિક્ષકોની બદલી થતા વિદાય સમારોહ યોજાયો
– શાલ શ્રીફળ મોમેન્ટો આપી સન્માન કરવામા આવ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે ફરજ બજાવતા ત્રણ શિક્ષકો માંથી એક શિક્ષક સરકારી ધારા ધોરણ મુજબ વય મર્યાદા ને લઈ ને નિવૃત થતા તથા એક શિક્ષક તથા એક શિક્ષિકા ની અન્ય શાળામા બદલી થતા શાળા પરિવાર દ્રારા વિદાય સમારોહ યોજવામા આવ્યો











પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા ત્રણ શિક્ષકો માંથી પટેલ મીઠાભાઇ વેણાભાઇ કે જેવો સરકારી વય મર્યાદા ને લઈ ને નિવૃત થતા તથા શાળામા આચાર્ય તરીકે ફરજ બજાવતા પટેલ પંકજભાઇ દિનેશચંદ્ર તથા શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પરમાર પાયલબેન ગોવિંદલાલ બન્ને શિક્ષકોની શાળામાંથી અન્ય શાળામા બદલી થતા શાળા પરિવાર દ્રારા નિવૃત થઈ રહેલ શિક્ષક તથા અન્ય સ્થળે બદલી થઈ રહેલ શિક્ષક-શિક્ષિકા નો વિદાય શુભેચ્છા સમારોહ શાળા પરિવાર દ્રારા યોજવામા આવ્યો હતો જેમા ઉપસ્થિત મહેમાનો તથા શાળા પરિવાર દ્રારા શાલ શ્રીફળ , મોમેન્ટો આપી સન્માન કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે પ્રાંતિજ મામલતદાર જે.જી.ડાભી ,પ્રાંતિજ નગરપાલિકા ના પ્રમુખ અનિતાબેન જીજ્ઞેશ ભાઇ પંડયા , નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન પિયુષભાઇ પટેલ , ઉપપ્રમુખ ગીરીશભાઇ પટેલ , શાળાના આચાર્ય સહિત શાળા સ્ટાફ સહિત શિક્ષકો આમંત્રિત મહેમાનો સંગા સંબંધીઓ સહિત મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત થઈ રહેલ તથા બદલી થયેલ ત્રણેય શિક્ષકોને શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે મોમેન્ટો ગીફ્ટ સન્માન પત્ર આપી સન્માન કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા