
-copy-recovered1.jpg?w=1110&ssl=1)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે તાજેતરમાં નિધી તિવારીની નિમણુંક થઇ છે. નિધી પ્રધાનમંત્રીના મત વિસ્તાર વારાણસીના મહમૂરગંજના વહુ છે. નિધી મૂળ લખનૌના છે અને વારાણસીના ડો. સુશીલ જયસ્વાલ સાથે લગ્ન કરેલા છે.
2007માં નિધી તિવારીનું ભાભા એટોમિક રિસર્ચમા સિલેક્શન થયું હતું અને તેમણે જિન પણ કર્યું હતું, પરંતુ બ્યુરોક્રેસીમાં જવાના સપનાને કારણે એ જોબ છોડી દીધી હતી.
1 બાળક પછી નિધીએ UPSCની પરીક્ષા પાસ કરી હતી, પરંતુ રેંક ઓછો આવ્યો હતો એટલે 2013માં ફરી UPSCની પરીક્ષા આપી અને ઇન્ડિયન ફોરેન સર્વિસ પાસ કરી અને તેમને વિદેશ મંત્રાલયમાં જોબ મળી. તેમણે વિદેશમંત્રી એસ. જયશંકર અને અજીત ડોભાલની ટીમમાં કામ કર્યું છે.
અત્યારે નિધી PMOમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કામ કરતા હતા.