


શ્રી સમસ્ત સાબરકાંઠા બારગામ ભાવસાર સમાજ ની જનરલ સભા પ્રાંતિજ ખાતે યોજાઇ
– સમાજ ના પ્રમુખ મંત્રી સભ્યો સહિત સમાજ ના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા
– પ્રાંતિજ અન્નપૂર્ણા હોલ ખાતે કાર્યક્રમ યોજાયો




સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે શ્રી સમસ્ત સાબરકાંઠા બારગામ ભાવસાર સમાજ ની જનરલ સભા ભાવસાર સમાજ પ્રાંતિજ ના યજમાન પદે યોજાઇ હતી..
શ્રી સમસ્ત સાબરકાંઠા બારગામ ભાવસાર સમાજ માં સમાવિષ્ઠ 3 ટ્રસ્ટ ના વાર્ષિક હિસાબ અને આગામી બજેટ અંગે ની સામાન્ય સભા તારીખ ૨૨|૬|૨૦૨૫ ને રવિવાર ના રોજ પ્રાંતિજ અન્નપૂર્ણા હોલ , માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઈ હતી જેમા વાર્ષિક હિસાબો નુ વાંચન કરી મજુર કરવામા આવ્યા હતા અને હિસાબનીસ ઓડીટર , ઓડિટર (CA) ,હોદ્દેદારો અને કારોબારી ની મુદત પુરી થતી હોય નવીન કારોબારી ની રચના માટે નવા ફોર્મ ભરવામાં આવ્યા હતા બહારગામ થી આવેલ તમામ પ્રમુખો તથા મહેમાનોનુ પ્રાંતિજ ના ભાવસાર સમાજ ના પ્રમુખ વ્રજેશભાઇ ભાવસાર , મંત્રી જયમીન ભાવસાર દ્રારા કરવામા આવ્યુ હતુ જનરલ સભાનુ આયોજન ગૌતમ ભાઈ, પરેશભાઈ , શૈલેષભાઈ,રાકેશભાઇ, ધર્મેન્દ્ર ભાઈ, કુણાલ ભાઈ તથા મહિલા મંડળ ના હેમાંગીની બેન,અંજના બેન, જિગ્ના બેન, હર્ષાબેન અને અન્ય કારોબારી સભ્ય દ્વારા કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા