
પ્રાંતિજ ના સીતાવાડા ખાતે વિજ ઉપકરણો બળી જતા વિજ ગ્રાહકો ને નુકસાન
- ડીપીમા ધડાકો થતા ઇલેક્ટ્રોનિક વિજકરણો બળી ગયા
- ગામમા અંદાજે બે લાખથી વધુ નુ નુકસાન થયુ
- વીજ પોલ તથા વીજ વાયરો ઉપર વેલા ઓનુ સામ્રાજ્ય

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ ના સીતવાડા ગામે વિજ ઉપકરણો બળી વિજ ગ્રાહકોમા વિજકંપની સામે રોષ જોવા મલ્યો તો છાસવારે ગામમાં વિજ પ્રવાહ બંધ રહે છે


પ્રાંતિજ ના સીતવાડા ખાતે આવેલ વસ્તાજી વાસમાં આજે વીજ કર્મીઓ દ્વારા મેન્ટનેન્સ કરતા હતા તે સમયે ધડાકો થતાં ધરોમાં રહેલ વીજ ઉપકરણો બરીને ગયા હતા જેમા ગામમા ટીવી , એલીડી , પંખા ફીજ સહિત ના ઇલેક્ટ્રોનિક ઉપકરણો અંદાજે બે લાખ થી વધુ નુકસાન થયુ હતુ ત્યારે વીજ કર્મીઓ રિપેર કરી રહ્યા હતા તે દરિમયાન વિજ ડીપી માં ધડાકો થતાં સ્થાનિક લોકોના ધરે વપરાશ ના ઇલેક્ટ્રોનિક સાધનો સહિતના સાધનો બરી ગયા હોવાનુ જાણવા મલ્યુ છે તો સીતવાડા ખાતે વારંવાર છાછવારે વીજ ધાંધિયા થી ગ્રામજનો કંટાળી ગયા છે તો ધર આગળ વીજ વાયરો તથા વિજપોલ ઉપર વેલા રાજ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે સત્વરે વીજ કર્મીઓ દ્રારા સમારકામ કરવામા આવે તેવુ ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે
જીલ રાવલ સાબરકાંઠા
