

દર મહિનાની પહેલી તારીખે બદલાવ આવતા હોય છે. 1લી ઓગસ્ટે પણ 5 બદલાવ થઇ રહ્યા છે, જે તમારી જિંદગી સાથે જોડાયેલા છે.

સ્ટેટ બેંક અનેક કો- બ્રાન્ડેડ ક્રેડીટ કાર્ડ પર મળતી ફ્રી એર એક્સીડન્ટ કવર બંધ કરવા માટે જઇ રહી છે. અત્યાર સુધી 50 લાખ અને 1 કરોડનું કવર મળતું હતું. ગેસના ભાવમાં બદલાવ આવી શકે છે. UPIના નિયમોમાં બદલાવ આવી રહ્યો છે. ઓટો પે ટ્રાન્ઝેકશન માટે 3 સમય સ્પોટ પ્રોસેસ થશે. સવારે 10 વાગ્યા પહેલા, બપોરે 1થી 5 અને રાત્રે 9-30 પછી ઓટો પે ટ્રાન્ઝેકશન કરી શકશો.
આ સિવાય CNG, PNG અને એર ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં ફેરફાર આવી શકે છે.
