

પ્રાંતિજ તાલુકાના સરપંચો ના ભાવી મતપેટીઓમા સીલ
– બેલેટ પેપર દ્રારા ચુંટણી યોજાઈ હતી
– ૩૭ ગ્રામ પંચાયતો ની ચુંટણી યોજાઇ
– તાલુકામા શાન્તિ પૂર્ણ માહોલ મા મતદાન યોજાયુ
– મંગળવાર ૨૪ જુન ના રોજ મતગણતરી યોજાશે
– પૂર્વ મંત્રી એ વાધપુર ખાતે પૂર્વ સાંસદ એ ભાગપુર ખાતે મતદાન કર્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ની ૩૭ ગામ પંચાયતો ની ચુંટણી યોજાઇ હતી જેમા મતદારો નો સવાર થીજ મતદાન કેન્દ્રો ઉપર ધસારો જોવા મલ્યો હતો તો પૂર્વ મંત્રી એ વાધપુર ખાતે અને પૂર્વ સાંસદ એ ભાગપુર ખાતે મતદાન કર્યુ










પ્રાંતિજ તાલુકામા ૩૯ ગામ પંચાયતોની ચુંટણી ને લઈ ને કમાલપુર તથા મોરવાડ બે ગ્રામ પંચાયતો સમરસ થતા ૩૯ ગ્રામ પંચાયતો માથી ૩૭ ગામ પંચાયતો ની ચુંટણી યોજાઇ હતી જેમા વાધપુર , ભાગપુર , બાલીસણા , વદરાડ , મામરોલી સહિત ના ગામમો મા સરપંચ સભ્યો માટે ની ચુંટણી યોજાઇ હતી જેમા તંત્ર દ્રારા કુલ ૯૩ બુથો ઉભા કરવામા આવ્યા હતા તો સવારથીજ વિવિધ ગામોમા મતદાન કેન્દ્રો ઉપર સવારથીજ મતદારો ની લાબીલાબી લાઇનો જોવા મળી હતી અને મતદારો દ્રારા પોતાના ભાવી સરપંચો નુ ભાવી મતદાન કરી મત પેટી મા સીલ કરવામા આવ્યુ હતુ તો મતદાન બેલેટ પેપર દ્રારા યોજાયુ હતુ તો પ્રાંતિજ પોલીસ દ્રારા પણ મતદાન કેન્દ્રો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો તો પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ દ્રારા પોતાના ગામ વાધપુર ખાતે પોતાના મતાઅધિકાર નો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યુ હતુ તો ગ્રામજનો ને મતદાન કરવા માટે અપીલ કરી હતી તો પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ પોતા ના ભાગપુર ગામે મતદાન કર્યુ હતુ અને ગ્રામજનોને પોતાના મતાઅધિકાર નો ઉપયોગ કરવા ગામલોકોને અનુરોધ કર્યો હતો તો પ્રાંતિજ મામલતદાર અને હાલ ગ્રામપંચાયતો ની ચુંટણી અધિકારી જે.જી.ડાભી ની અધ્યક્ષ સ્થાને ચુંટણી શાન્તિ પૂર્ણ માહોલ મા યોજાઇ હતીતો મતગણતરી મંગળવાર ને ૨૪ જૂન ના ના રોજ પ્રાંતિજ ખાતે મતગણતરી હાથ ધરવામા આવશે
જીલ રાવલ સાબરકાંઠા