

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી વધારે અસર જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને પડે તેવી ધારણા હતી, પરંતુ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકનું કહેવું છે કે, જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મોટો ફરક નહીં પડશે. લાંબા ગાળે મોટી તક ઉભી થશે.
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટયૂટના ચેરમેન દિનેશ નાવડીયાએ કહ્યુ કે, અત્યારે થોડો સમય અસર જોવા મળી શકે, પરંતુ અમને ભારત સરકાર પર વિશ્વાસ છે કે સરકાર મદદ કરશે.
GJEPCના રિજિયોનલ ચેરમેન જંયતિ સાવલિયાએ કહ્યું કે, નવા ટેરિફથી ઉદ્યોગ ચિંતામાં છે, પરંતુ ઘણા દેશો એવા છે જ્યાં ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એટલે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને નવા દેશોમાં જવાની તક મળશે.

