

તમને જો દરિયાકાંઠે રહેવાનું પસંદ હોય તો આ દેશે ટાપુ પર સિટીઝનશીપ ઓફર કરી છે. પપુઆ ન્યુ ગિનીના દરિયાકાંઠે, દક્ષિણ પશ્ચિમ પેસેફિક મહાસાગરમાં માત્ર 20 ચો. કિ.મી. વિસ્તારમાં ફેલાયેલો ટાપુ દેશ નૌરુએ ગોલ્ડન પાસપોર્ટની પહેલ કરી છે. માત્ર 91 લાખ રૂપિયામાં સિટીઝનશીપ ઓફર કરવામાં આવી રહી છે. પોતાના દરિયાકાંઠા વિસ્તારને બચાવવા માટે આ ઓફર કરવામાં આવી રહી છે.
-copy5.jpg?w=1110&ssl=1)
ક્લાયમેટ ચેન્જ પ્રક્રિયામાંથી અમેરિકા હટી જવાને કારણે આ દેશને ફંડની મોટી મુશ્કેલી ઉભી થઇ છે. નૌરુનો દરિયાનું લેવલ વધી રહ્યું છે, દરિયાકાંઠાનું ધોવાણ થઇ રહ્યું છે એટલે ફંડની જરૂર છે.
નૌરુની સિટીઝન મેળવવાથી UK, સિંગાપોર, હોંગકોંગ, UAE જેવા 89 દેશોમાં વિઝા ફ્રી એક્સેસ મળે છે. નૌરુની સરકારે કહ્યું છે કે, ગુનાહીત ઇતિહાસ ધરાવતા લોકોને નાગરિકતા મળશે નહીં.