
-copy-recovered7.jpg?w=1110&ssl=1)
દિલ્હીના નઝફગઢમાં ઇન્શ્યોરન્સ ક્લેઇમની લાલચમાં એક પિતાએ પોતાના પુત્રના મોતનો એવો ડ્રામા કર્યો કે એ જાણીને પોલીસ પણ ચોંકી ગઇ હતી. પિતા- પુત્ર અને એક વકીલે ભેગા મળીને 1 કરોડનો વિમો પકવવા માટે મોટો ખેલ કર્યો હતો.
દિલ્હીમાં રહેતા ગગન નામના યુવાનના પિતાએ થોડા સમય પહેલા પુત્રનો 1 કરોડનો વિમો લીધો હતો. આ વિમો પકવવા માટે પિતાએ એવું નાટક કર્યુ કે ગગનનો 5 માર્ચે અકસ્માત થયો અને એ પછી તેનું મોત થયું અને અમે ઘરમાં જ અમારા પુત્રના અંતિમ સંસ્કાર કરી દીધા છે. પિતાએ પુત્રના 13માની વિધી પણ કરી દીધી હતી.
પરંતુ પોલીસને દાળમાં કઇંક કાળું હોવાનું લાગ્યું તો તપાસ કરી તો ખબર પડી કે પુત્ર તો જીવતો છે. પોલીસે કડકાઇ કરી તો પિતાએ કહી દીધું કે 1 કરોડ વીમો પકવવાની લાલચમાં આ ખેલ ઉભો કર્યો હતો. પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી છે.