fbpx

પ્રાંતિજ ખાતે દુષિત દુર્ગંધ યુક્ત પાણી ને લઈ ને રહીશો થાળી વેલણ ખખડાવી પાલિકા ને જગાડી

Spread the love

દુષિત દુર્ગંધ ગદા પાણી ને લઈ ને ઝાડા ઉલ્ટી ના કેસો-૨૧ ને પાર
પ્રાંતિજ ખાતે દુષિત દુર્ગંધ યુક્ત પાણી ને લઈ ને રહીશો થાળી વેલણ ખખડાવી પાલિકા ને જગાડી
– અગાઉ અનેક વાર રજુઆત પણ દુષિત દુર્ગંધ યુક્ત પાણી નો પ્રશ્ન હલ ના થયો
– રહીશો દુષિત દુર્ગંધ પાણી ના બાટલા ભરી ને પાલિકાએ દોડી આવ્યા
આખરે આ વખતે ચીફ ઓફિસર દ્રારા પ્રશ્ન હલ થવાની ખાતરી આપતા પાલીકા છોડી
– દુષિત દુર્ગંધ યુક્ત પાણી થી કોઈનો જીવ જશે તો પાલિકા ઉપર કેસ કરવાની ચિમકી આપી
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે દુષિત  પાણી પીવાથી ૨૧ લોકો ને ઝાડા ઉલ્ટી થતા રજુઆત બાદ પણ પ્રાંતિજ પાલિકા દ્રારા કોઇજ કાર્યવાહી ના થતા કુંભકર્ણ નિંદ્રા મા રહેલ પાલિકાને જગાડવા સોસાયટી ના રહીશો થાળી વેલણ ખખડાવી ને પાલિકા ખાતે દોડી આવ્યા હતા અને રજુઆત કરી હતી અને અઠવાડિયા મા નિરાકરણ નહી આવેતો ગાંધીચિધ્યા માર્ગે આંદોલન ની ચિમકી આપી હતી અને જો પાણી જન્ય રોગચાળા થી કોઇ નો જીવ જશે તો પાલિકા ઉપર કેસ કરવાની ચિમકી આપી હતી


   પ્રાંતિજ એપ્રોચરોડ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટી મા છેલ્લા કેટલાય દિવસથી દુષિત દુર્ગંધ યુક્ત ગદુ પાણી ને લઈ ને સોસાયટીના રહીશો દ્રારા પાલિકા મા અનેકવાર લેખીત મૌખિક રજુઆત બાદ પણ પ્રશ્ન હલના થતા આખરે પાણી પીવાથી સોસાયટી ના રહીશોને ઝાડા ઉલ્ટી ના કેસો સામે આવ્યા છે જેમા આઠ બાળકો ૧૩ મોટા સહિત કુલ ૨૧ ને આંકડો પાર થયો છે તો આરોગ્ય વિભાગ ને જાણ થતા બે ટીમો દ્રારા સોસાયટી મા સર્વે હાથ ધર્યો હતો ત્યારે પાણી જન્ય રોગ ચાળાને લઈ ને રહીશો મા ભંય નો માહોલ જોવા મલ્યો છે અને સોસાયટીના રહીશો દ્રારા કુંભકર્ણ નિંદ્રા મા રહેલ પ્રાંતિજ પાલિકા ને જગાડવા થાળી વેલણ ખખડાવી દુષિત પાણી ની બોટલો સાથે પાલિકા ખાતે દોડી ગયા હતા અને પાલિકા ના ચીફ ઓફિસર રોશનીબેન પટેલ ને શુધ્ધ પાણી આપવા રજુઆત કરી હતી અને અઠવાડિયા મા પાલિકા દ્રારા નિકાલ નહી લાવવામા આવેતો ગાંધી ચિધ્યા માગે પાલિકા ખાતે બેસી આંદોલન ની ચીમકી આપી હતી તો પાણી જન્ય રોગ ચાળાથી કોઇ નો જીવ જશે તો પાલિકા ઉપર કેસ કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી તો પાલીકા ચીફ ઓફિસર રોશનીબેન પટેલ દ્રારા તાત્કાલિક વોટર વર્કસ કમર્ચારી ને મોકલી લીકેજ સહિત લાઇન ચેક કરવા મોકલ્યા હતા ત્યારે હજુ દુષિત પાણી નો પ્રશ્ન હલ નહી થાય તો હજુએ કેસો વધે તો નવાઇ નહી

ચીફ ઓફિસર રોશનીબેન પટેલ નુ શુ કહેવુ છે
આજે અમો કામ ચાલુ કરી દીધુ છે અને સવારે ચેક કરી પાણી આપવામા આવશે અને પાઇપ લાઇન જુની હોય નવી પાઇપ લાઇન નુ કામ લઈ લીધુ છે એક બે મહિના મા નવી લાઇન પણ નખાઇ જશે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!