fbpx

અરવલ્લી જિલ્લાની CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 282 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નાગરિકોને મળશે આ સુવિધા

Spread the love

અરવલ્લી જિલ્લાની CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 282 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નાગરિકોને મળશે આ સુવિધા

અરવલ્લી જિલ્લાની માં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ 282 કરોડનાં વિકાસ કાર્યોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું ગુજરાતમાં આજે તમામ પ્રકારની સુવિધાઓ પહોંચી છે CM ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની રફ્તાર વધુ તેજ બની છે CM ભૂપેન્દ્ર પટેલ અરવલ્લીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીનાં હસ્તે 282 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ થયું છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા બસપોર્ટ ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સાંસદ કાર્યાલય, સમરસ હોસ્ટેલનું પણ CM ભૂપેન્દ્ર પટેલના લોકાર્પણ થયું છે. દરમિયાન, મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં આજે તમામ પ્રકારની સુવિધાઓ પહોંચી છે. અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની રફ્તાર વધુ તેજ બની છે.અરવલ્લીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 282 કરોડોનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. મુખ્યમંત્રીનાં હસ્તે મોડાસા ખાતે નવનિર્મિત આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે જ ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાંસદ કાર્યાલય અને સમરસ હોસ્ટેલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ધનસુરા તાલુકા ના આકૃન્દ ખાતે આદર્શ પ્રાયમરી સ્કૂલમાં આવેલ સંદેશ લાયબ્રેરી નું ઉદ્ઘાટન કર્યું અને લાયબ્રેરી ની મુલાકાત લીધી તેમની સાથે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર,મંત્રી ભીખુસિંહ પરમાર ભિલોડા ના ધારાસભ્ય પી સી બરંડા,ધવલસિંહ ઝાલા,સંસદ શોભના બારૈય,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન,સંગઠન પ્રમુખ ભિખાજી સહીત આગેવાનો ગ્રામજનો મોટી સખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અહીં યુનિવર્સિટીની માગણી થઇ છે. આથી, અહીં યુનિવર્સિટી બનાવવાની વિચારણા કરીશું. ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતમાં આજે તમામ પ્રકારની સુવિધાઓ પહોંચી છે. નાનામાં નાના ગામડાઓ સુધી રસ્તા અને પાણી પહોંચાડ્યું છે.અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની રફ્તાર વધુ તેજ બની છે’મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી અંગે વાત કરતા કહ્યું કે, અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની રફ્તાર વધુ તેજ બની છે. આજે અહીંનાં નાગરિકોને 282 કરોડનાં વિકાસનાં કામોની ભેટ મળી છે. જણાવી દઈએ કે ગઈકાલે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર ટ્વીટ પણ કર્યું હતું અને લખ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શનમાં વીતેલા અઢી દાયકામાં ગુજરાતનાં આદિવાસી વિસ્તારોનો કાયાકલ્પ થયો છે. આવતીકાલના વિકાસ કામોથી પ્રગતિની આ ધારા વધુ વેગવંતી બનશે

જયદીપ ભાટીયા ZSTVNEWS અરવલ્લી

error: Content is protected !!