fbpx

પ્રાંતિજ પોલીસે ગાંજા વેચતા ઇસમને ઝડપી પાડ્યો

Spread the love

પ્રાંતિજ પોલીસે ગાંજા વેચતા ઇસમને ઝડપી પાડ્યો

  • ૧૭૫.૨૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડયો
  • ૮,૭૬૦ નો મુદ્દામાલ કબજે કરી પ્રાંતિજ ના ઇસમ ને જેલ ભેગો કર્યો
    પ્રાંતિજ તા.૨૦|૬|૨૦૨૬

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પોલીસ દ્વારા માદક પદાર્થોના વેચાણ સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ગાંજાનું ગેરકાયદેસર વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે આરોપીના કબજામાંથી ૧૭૫.૨૦ ગ્રામ ગાંજો , જેની અંદાજિત કિંમત રૂપિયા ૮,૭૬૦ થાય છે , જપ્ત કર્યો છે

પ્રાંતિજ પોલીસ સ્ટેશન થી મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ , જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ તથા વિભાગીય પોલીસ અધિકારી એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કેફી ઔષધો અને માદક દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે દરમિયાન પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફને બાતમી મળી હતી કે પ્રાંતિજના જુના સર્કિટ હાઉસ નજીક હજરત રોળિયા પીરની દરગાહ પાસે એક વ્યક્તિ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે બાતમીના આધારે પોલીસે નિયમ મુજબ રેડ કરતા આરોપી અબીબમીયા ઉર્ફે અભા રસુલમીયા ઝાલોરી ઉ.વ.૩૮ રહે. ગલેચી ભાગોળ બાંખ, પ્રાંતિજ ને ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાન આરોપીના કબજા માંથી ૧૭૫.૨૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેનો કુલ કિંમતનો મુદ્દામાલ રૂપિયા ૮,૭૬૦ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ, ૧૯૮૫ ની કલમ ૮ (સી) તથા ૨૦(બી)(૨)(એ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાંતિજ પોલીસની આ કામગીરીથી વિસ્તારમાં ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણમાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી જવા પામી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!