fbpx

શું ગાંધીનગરમાં ફરી આંદોલન થશે? પાલ આંબલિયાએ 2027 અગાઉ 5555 ગાડીઓ સાથે ગાંધીનગર જવાની કરી જાહેરાત

Spread the love

શું ગાંધીનગરમાં ફરી આંદોલન થશે? પાલ આંબલિયાએ 2027 અગાઉ 5555 ગાડીઓ સાથે ગાંધીનગર જવાની કરી જાહેરાત

ગુજરાતના એક જાણીતા ખેડૂત નેતા, સામાજિક કાર્યકર્તા અને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ એક કાર્યક્રમ દરમિયાન મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે 5555 ગાડીઓ સાથે ગાંધીનગર જવાની હાંકલ કરી છે.

pal ambalia

એક કાર્યક્રમમાં બોલતા પાલ આંબલિયાએ કહ્યું કે, ગુજરાતમાં આવીને આવી નીતિ, દક્ષિણ ગુજરાતમાં આવીને આવી નીતિ અને પછી તરત જ તૈયારી રાખજો, 2027ની શરૂઆત થાય એની પહેલા ગાંધીનગરમાં જિજ્ઞેશભાઈ, મહેશભાઇ કહે છે કે 2222 કાર સાથે આવીશું. પરંતુ હું એમ કહું છુ કે આજે આ ગાડીઓ અને માણસ જોતાં અને આવી બીજી ત્રણ સભા થાય અને પછી ગાંધીનગરની હાંકલ થાય તો 2222 ગાડીની જગ્યાએ 5555 ગાડીઓ હશે. ત્યારબાદ કાર્યક્રમમાં પહોંચેલા લોકોને તેઓ પૂછે છે કે તૈયારી છે ને મિત્રો? તો લોકો તરફથી મોટેથી ‘હાં’નો જવાબ આવે છે.

નકશા જુઓ

pal ambalia

ત્યારબાદ તેમણે એક ગામની વાત કરતા કહ્યું કે, ગઇકાલે હું એક ગામમાં હતો. ગામનું નામ નથી આપવાનો, વ્યક્તિનું નામ પણ નથી આપવાનો, પરંતુ એક વાત કહીને મારી વાત પૂરી કરું છુ. મને કહે બાલા આ ફોરવ્હીલ છે ને તે એક મહિનાથી થાકીને મૂકી દીધી છે, કાલે પહેલી વખત નિકળીએ, મેં કહ્યું- ક્યાં? તો કહે અંદરથી ડોહુ હોવું જોઈએ ને? નોકરી વૈભવ નથી. એટલે હું કહું છું કાલે એક વખત કાઢજો. અને પછી પાછું એક દિવસ ગાંધીનગર જવાનું થાય તે દિવસે પાછું કાઢજો. બરાબર છે ને?

Leave a Reply

error: Content is protected !!