fbpx

પ્રાંતિજ ખાતે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ

Spread the love

પ્રાંતિજ ખાતે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ

  • મોહરમ ને લઇને પોલીસ સ્ટેશન ખાતે શાન્તીસમિતીની બેઠક યોજાઇ
  • નગરના અગ્રણીઓ સહિત વેપારી મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા
  • બેઠક દરમિયાન સાયબર ક્રાઇમ વિશે જાગૃત કર્યા હતા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં મોહરમ ને લઇને પ્રાંતિજ પી.આઇ ડી.આર.પઢેરીયા દ્વારા શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર ના અગ્રણીઓ વેપારીઓ વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત ની બેઠક યોજાઇ પ્રાંતિજ ખાતે દરવર્ષ ની જેમ આવર્ષે પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ ડી.આર. પઢેરીયા ની અધ્યક્ષતામા શાન્તિ સમિતિ ની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી જેમાં નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , પ્રાંતિજ કોંગ્રેસ શહેર પ્રમુખ સંજય ભાઇ પટેલ , કોંગ્રેસ તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર , ભાજપ તાલુકા મંત્રી યશવંતભાઈ પટેલ , શહીદભાઈ ભાણાવાલા , સફીભાઇ , મનોજભાઇ મોદી સહિત વેપારીઓ તથા હિન્દુ મુસ્લીમ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શાન્તિ અને એક્તા જળવાઇ તે માટે ની પ્રાર્થના કરી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ પી.આઇ ડી.આર.પઢેરીયા દ્રારા ઉપસ્થિત લોકો ને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કર્યા હતા અને જાગૃતિ અભિયાન અંગે પત્રિકાઓનુ વિતરણ પણ કરવામા આવ્યુ હતુ અને ઉપસ્થિત સોવકોઇ ને સાયબર ક્રાઇમ અંગે માહિતગાર કર્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!