fbpx

તૂટેલો ફૂટેલો ઘડો નીકળ્યો 56 લાખનો, કેમ છે ખાસ જાણી લો

Spread the love
તૂટેલો ફૂટેલો ઘડો નીકળ્યો 56 લાખનો, કેમ છે ખાસ જાણી લો

એક તૂટેલી જૂની ફૂલદાની અચાનક લાઇમલાઇટમાં ત્યારે આવી ગઇ, જ્યારે હરાજીમાં તે 56 લાખ રૂપિયા (લગભગ 66,000 ડૉલર)માં વેંચાઈ. હકીકતમાં, આ સાધારણ દેખાતી ફૂલદાની પ્રખ્યાત જર્મન-બ્રિટિશ કલાકાર હાન્સ કોપરની એક દુર્લભ કલાકૃતિ નીકળી. વર્ષ 1964માં બનાવવામાં આવેલી આ 4 ફૂંટ ઉંચી સ્ટોનવેયર ફૂલદાની વર્ષોથી લંડન સ્થિત એક બગીચામાં પડી હતી. હાન્સ કોપર (જેઓ વર્ષ 1939માં જર્મનીથી બ્રિટન આવીને વસ્યા હતા) તેઓ કેમ્બર્વેલ સ્કૂલ ઓફ આર્ટ્સ, સાઉથ લંડનમાં ભણાવી રહ્યા હતા. આ ફૂલદાનીને એક અનામી મહિલા ગ્રાહક માટે વિશેષ રૂપે બનાવવામાં આવી હતી.

Broken Flower Vase

વર્ષો સુધી તેણે તેને સંભાળી રાખી, પરંતુ સમય સાથે તે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. એ છતા, મહિલાએ તેને ફેંકી નહીં, પરંતુ તેનું સમારકામ કરીને તેને સારી કરી અને પોતાના ઘરની પાછળના બગીચામાં સજાવટી કુંડની જેમ ઉપયોગ કરવા લાગી. મહિલાના મોત બાદ, જ્યારે સંપત્તિ તેની પૌત્રીઓને મળી, ત્યારે તેમણે આ કુંડને કંઈક ખાસ સમજતા તેની કિંમત તપાસવા માટે લંડનના Chiswick Auctions સાથે સંપર્ક કર્યો. જ્યારે સિરામિક વિશેષજ્ઞ જો લોયડે કુંડનું નિરીક્ષણ કર્યું તો, તેમણે નીચે કોપરની મહોર જોઈ અને ઓળખી લીધી કે આ કોઈ સામાન્ય વસ્તુ નહીં, પરંતુ એક ઐતિહાસિક કલાકૃતિ છે.

Broken Flower Vase

શરૂઆતમાં તેની અંદાજિત કિંમત 6.7 થી 11 લાખ બતાવવામાં આવી હતી, પરંતુ જ્યારે હરાજી શરૂ થઈ તો, અમેરિકા, ડેનમાર્ક અને એક સ્થાનિક મહિલા ખરીદદાર વચ્ચે બીડિંગ વૉર છેડાઇ ગયું. આખરે એક અમેરિકન ખરીદદારે સૌથી વધુ બોલી લગાવીને તેને ખરીદી લીધું. Chiswick Auctionsના હેડ ઓફ ડિઝાઇન મેક્સિન વિનિંગે જણાવ્યું હતું કે, આ તૂટેલી સિરામિક વસ્તુ આટલી ઊંચી કિંમત પર વેચાવી એ સાબિત કરે છે કે હાન્સ કોપરની કળા કેટલી મૂલ્યવાન અને સંગ્રહયોગ્ય છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, આ ફૂલદાનીના આખા સમારકામમાં લગભગ 9 લાખ રૂપિયાનો ખર્ચ આવી શકે છે.

error: Content is protected !!