fbpx

પ્રાંતિજ ખાતે એસ.ટી.બસ ના ડ્રાઇવર ને ચાલુ બસે હાર્ડ એટેક આવ્યો

Spread the love

પ્રાંતિજ ખાતે એસ.ટી.બસ ના ડ્રાઇવર ને ચાલુ બસે હાર્ડ એટેક આવ્યો
– સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા રોડ વચ્ચો વચ રહેલ ડિવાઇડર ઉપર બસ ચડી ગઈ
– બસમા રહેલ ૧૫ મુસાફરો નો આબાદ બચાવ
– બસ ડ્રાઇવર ને ઇજાઓ પોહચતા કાર ચાલકે સિવિલ ખાતે ખસેડયો
– બસ હિંમતનગર થી પ્રાંતિજ આવતી હતી તે દરમ્યાન ધટના બની
– પ્રાંતિજ ઓવરબ્રીજ ઉપર ધટના બની
           


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એસટીડેપો ના ડ્રાઇવર ને ચાલુ બસે હાર્ડ એટેક આવતા બસ રોડ વચ્ચોવચ આવેલ ડિવાઇડર ઉપર ચડી ગઈ તો બસ મા  મુસાફરી કરી રહેલ ૧૫ મુસાફરોનો આબાદ બચાવ ચાલક ને ઇજાઓ પોહચતા સારવાર અર્થે ખસેડવા મા આવ્યો હતો


 
 હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે-૪૮ ઉપર હિંમતનગર થી પ્રાંતિજ આવતી હિંમતનગર-પ્રાંતિજ એસટીબસ નંબર-GJ18z7415 ના ચાલક ને હિંમતનગર થી પ્રાંતિજ તરફ બસ આવતી હતી તે દરમ્યાન પ્રાંતિજ રેલ્વે ઓવરબ્રીજ ઉપર ચાલુ બસે હાર્ડ એટેક નો દુખાવો ઉપડતા બસ ચાલકે સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવ્યો હતો અને એસટીબસ રોડ વચ્ચોવચ આવેલ ડિવાઇડર ઉપર રહેલ લોખંડ ની રેલીંગ ઉપર ચડી ગઈ હતી તો બસમા રહેલ ૧૫ જેટલા મુસાફરો નો આબાદ બચાવ થયો હતો તો બસ ચાલક જગતસિંહ કાનસિંહ રાઠોડ રહે.અનોડીયા તા.માણસા , જિ.ગાંધીનગર ને શરીરે ઈજાઓ પોહચતા રોડ ઉપર થી પ્રસાર થઈ રહેલ કાર ચાલકે પોતાની કાર મા ઇજાગ્રસ્ત એસટી ડ્રાઇવર ને પ્રાંતિજ સિવિલ ખાતે લઈ જવામા આવ્યા હતા તો પ્રાંતિજ સિવિલ ના હાજર તબીબી દ્રારા તાત્કાલિક સારવાર કરવામા આવી હતી તો અકસ્માત ના સમાચાર મલતાજ પ્રાંતિજ ડેપોના મહિલા મેનેજર સહિત એસટીડેપો નો સ્ટાફ પ્રાંતિજ સિવિલ ખાતે દોડી આવ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!