
પ્રાંતિજ અસ્થીબેંક દ્રારા હરિદ્વાર ખાતે જઇ ને ગંગાજી મા અસ્થિઓનુ વિસર્જન કરવામા આવ્યુ
– અસ્થીબેંક મા ભેગા થયેલ ૬૩ અસ્થઓનુ ગંગામા વિસર્જન કરવામા આવ્યુ
– ધાર્મિક વિધિવત પુજન કરાવીને ગંગાજીમા અસ્થિઓને પધરાવવામા આવ્યા
– અસ્થીબેંક- માનવસેવા મંડળ ની કામગીરી બિરદાવા લાયક
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે કાર્યરત અસ્થીબેક દ્રારા અસ્થીબેંક મા જમા થયેલ ૬૩ અસ્થિઓને હરિદ્વાર ખાતે લઇ જઇ ને ગંગાજી મા વિસર્જન કરવામા આવી






પ્રાંતિજ ખાતે છેલ્લા ૧૨ વર્ષ થી કાર્યરત અસ્થીબેક મા જમા થયેલ અસ્થિઓ હરિદ્વાર ખાતે લઇ જઇ ને ગંગાજી મા વિસર્જન કરવામા આવે છે તો અસ્થીબેંક દ્રારા અત્યાર સુધીમા ૧૨૦૦ થી પણ વધારે અસ્થિઓનુ વિસર્જન ગંગાજીમા કરવામા આવ્યુ તો ચાલુ વર્ષે પણ અસ્થીબેંક મા જમા થયેલ ૬૩ અસ્થિઓને પ્રાંતિજ ખાતે કાર્યરત માનવ સેવા મંડળ ના સહયોગ થી અસ્થીબેંક ના સેવાભાવી સભ્યો નટુભાઈ બારોટ તથા તેમના ધર્મ પત્ની હસાબેન બારોટ , આર.કે.રાજન , નીરૂબેન રાજન , ભાનુભાઇ બારોટ , સરસ્વતી બેન બારોટ સહિત ના સભ્યો દ્રારા હરિદ્વાર ખાતે જઇ ને અસ્થિઓનું ધાર્મિક વિધિ અનુસાર પુજન કરાવીને ગંગાજીમા પધરાવવામા આવ્યા હતા તો માનવ સેવા મંડળ અને અસ્થીબેંક ની કામગીરી ખરેખર બિરદાવા લાયક છે
જીલ રાવલ સાબરકાંઠા