fbpx

પ્રેગ્નેન્ટ છે મુસ્કાન, ગર્ભવતી મહિલાઓ માટે શું છે નિયમ, શું બચી જશે પતિનું કાસળ કાઢનાર

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
પ્રેગ્નેન્ટ છે મુસ્કાન, ગર્ભવતી મહિલાઓ માટે શું છે નિયમ, શું બચી જશે પતિનું કાસળ કાઢનાર

સૌરભ રાજપૂત હત્યાકાંડમાં મેરઠ જેલમાંથી એક નવું અપડેટ આવ્યું છે. આ કેસમાં, પતિ સૌરભ રાજપૂતની હત્યાની આરોપી મુસ્કાન રસ્તોગી હવે માતા બનવાની છે. જી હાં, તેનો પ્રેગ્નેન્સી ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને આ વાતની પુષ્ટિ પોતે CMOએ કરી છે. આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો અને બ્લૂ ડ્રમવાળા આ ભયાનક હત્યા કાંડની આખા દેશમાં ચર્ચા થઇ હતી. આ કેસમાં નવા અપડેટ સાથે, આ કહાનીમાં નવા ટ્વીસ્ટ અને જૂના કાંડ બાબતે જાણીએ.

મેરઠની ચૌધરી ચરણ સિંહ જિલ્લા જેલમાં બંધ મુસ્કાન રસ્તોગીએ તાજેતરમાં ઉલટી અને પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેલ અધિકારીઓએ વિચાર્યું કે ક્યાંક તે ગર્ભવતી તો નથી ને? પછી શું, જેલ પ્રશાસને મેરઠના CMOને ચિઠ્ઠી લખીને ગાયનેકોલોજિસ્ટને  મોકલવા કહ્યું. 7 એપ્રિલ, 2025ના રોજ, જિલ્લા હૉસ્પિટલની એક મહિલા ડૉક્ટર જેલમાં પહોંચી. તપાસ થઈ અને જે રિપોર્ટ આવ્યો તે ચોંકાવનારો હતો. મુસ્કાનનો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો. મતલબ, હવે તે માતા બનવાની છે. પોતે CMOએ આ વાતની પુષ્ટિ કરી છે, પરંતુ હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે બાળકનો પિતા કોણ છે? સૌરભ કે તેનો પ્રેમી સાહિલ? કારણ કે મુસ્કાનને પહેલેથી જ 6 વર્ષની દીકરી છે, જે તેના દાદા-દાદી સાથે રહે છે. આ રહસ્યનો જવાબ માત્ર DNA ટેસ્ટથી જ મળી શકે છે.

Muskan-Rastogi1

હત્યાકાંડની કહાની

3 માર્ચ 2025ના રોજ, મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભ રાજપૂત લંડનથી મેરઠ પોતાની પત્ની મુસ્કાન પાસે આવ્યો હતો, પરંતુ તેને શું ખબર હતી કે પ્રિય પત્ની તેના માટે મોતનો પ્લાન બનાવી રહી હતી. મુસ્કાન અને તેના બોયફ્રેન્ડ સાહિલ શુક્લાએ સાથે મને પહેલા નશીલી દવા આપી. પછી સૂતી વખતે તેની છાતીમાં ચપ્પુ મારી દીધો. હત્યા બાદ, સાહિલે સૌરભના શબને ટુકડાઓમાં કાપ્યું- હાથ, પગ, માથું, બધું જ અલગ કરી દીધું. ત્યારબાદ, આ ટુકડાઓને વાદળી ડ્રમમાં નાખવામાં આવ્યા અને સિમેન્ટ નાખીને ડ્રમ સીલ કરી દીધો. જોકે, આ બંને અહીં ન અટક્યા. હત્યા બાદ, મુસ્કાન અને સાહિલ કોઈ પણ ચિંતા વિના શિમલા ફરવા જતા રહ્યા. સૌરભના ફોન પરથી મેસેજ મોકલતા રહ્યા, જેથી કોઈને શંકા ન જાય. જોકે સત્ય લાંબા સમય સુધી છુપાઈ શક્યું નહીં. 18 માર્ચના રોજ મુસ્કાને તેની માતા સમક્ષ બધું કબૂલ કરી લીધું. ત્યારબાદ, પોલીસે મુસ્કાન અને સાહિલની ધરપકડ કરી અને હવે બંને મેરઠ જેલમાં બંધ છે.

હવે જેલ પ્રશાસનની વાત પણ સાંભળી લો. મેરઠ જેલના વરિષ્ઠ જેલ અધિક્ષક વિરેશ રાજ શર્માએ કહ્યું કે, મુસ્કાનની તબિયત સારી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે તેની હાલત બગડવાની વાત કહેવામા આવી હતી, પરંતુ એ  ખોટું છે. તે સ્વસ્થ છે અને તેના નશાની લતથી બહાર આવી ચૂકી છે. જેલમાં, મહિલાના સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરવામાં આવે છે. જ્યારે ગર્ભાવસ્થાની શંકા થઈ તો, ટેસ્ટ કરવવામાં આવ્યું, આ અમારી સામાન્ય પ્રક્રિયા છે.

Muskan-Rastogi

હવે સવાલ એ છે કે આગળ શું થશે? મુસ્કાન ગર્ભવતી છે, તો જેલમાં તેને ગર્ભવતી મહિલાઓ જેવી સુવિધાઓ મળશે. જોકે, કેસ ખૂબ જ ગંભીર હોવાથી જામીન મેળવવા મુશ્કેલ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ ‘દુર્લભમાંથી દુર્લભ’ કેસ બની શકે છે, જેમાં ફાંસીની સજા પણ થઈ શકે છે, પરંતુ ગર્ભાવસ્થાને કારણે, સજામાં વિલંબ થઈ શકે છે અને જો DNA ટેસ્ટ કરવામાં આવે તો એ પણ સ્પષ્ટ થઈ જશે કે આ બાળક સાહિલનું છે કે સૌરભનું. તો આ કહાની હજુ ખતમ થઈ નથી.

error: Content is protected !!