fbpx

સુરતમાં હેપ્પી એક્સલેન્સિયાની આગ કાબૂમાં લેવામાં ફાયર વિભાગને શું મુશ્કેલી પડી

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
સુરતમાં હેપ્પી એક્સલેન્સિયાની આગ કાબૂમાં લેવામાં ફાયર વિભાગને શું મુશ્કેલી પડી

સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં આવેલા હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડીંગના આઠમાં માળે શુક્રવારે સવારે આગ ફાટી નિકળી હતી અને આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું કે ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા અને  8માં માળે લાગેલી આગ 11મા માળ સુધી પહોંચી હતી અને 8 ફલેટ સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયા હતા.

નજરે જોનારા લોકોનું કહેવું છે કે આઠમા માળે સ્ટીમ બાથનું ઉપકરણ ચાલું રહી જવાને કારણે બ્લાસ્ટ થયો હતો. જો કે ચીફ ફાયર ઓફિસર બસંત પરીકનું કહેવું છે કે શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો ફલેટ પણ આ બિલ્ડીંગની સામે આવેલા છે.

હાઇડ્રોલિક સાથેની ફાયરની ગાડીને પ્રવેશમાં ભારે મુશ્કેલી પડી હોવાનું પણ જાણવા મળ્યું છે.

error: Content is protected !!