
-copy28.jpg?w=1110&ssl=1)
દિલ્હીના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક તસ્વીરો શેર કરીને લખ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તના પતિ મનિષ ગુપ્તા દિલ્હી સરકાર ચલાવે છે. ભાજપે વળતો જવાબ આપીને કહ્યું કે, કેજરીવાલ જ્યારે જેલમાં હતા ત્યારે તેમના પત્ની સુનિતા કેજરીવાલ કઇ હેસિયતથી મુખ્યમંત્રીની ખુરશી સંભાળતા હતા?
આતિશીએ લખ્યું કે, દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે એક મુખ્યમંત્રીના પતિ સરકાર સંભાળી રહ્યા છે. શું રેખા ગુપ્તાને સરકારી કામકાજ સંભાળતા આવડતું નથી?
ભાજપે કહ્યું કે પરિવારના લોકો સહયોગ આપે એ રાજકારણમાં સામાન્ય વાત છે. જો કે સવાલ એ છે કે કેજરીવાલની પત્નીએ કર્યું એટલે ભાજપે પણ આવું કરવું જરૂરી છે?