fbpx

પ્રાંતિજ હરિઓમ પાર્ક મા ઝાડા ઉલ્ટી ના કેસો વધવાનો શીલસીલો યથાવત

Spread the love

પ્રાંતિજ હરિઓમ પાર્ક મા ઝાડા ઉલ્ટી ના કેસો વધવાનો શીલસીલો યથાવત
– એક મહિલા સહિત એક પુરૂષ ને ઝાડા ઉલ્ટી થતા સારવાર લેવી પડી
– પ્રાંતિજ પાલિકા દ્રારા કાચબાની ગતીએ કામ
– સોસાયટીના નાના બાળકો ને સગાસંબંધીઓ ને ધરે મોકલી આપ્યા
– ભાડવાતો પણ દુષિત પાણી ને લઈ ને મકાનો ખાલી કરી ચાલતી પકડી
– દુષિત દુર્ગંધ પાણી નળમા આવતા રહીશોનો ગુસ્સો સાતમા આસમાને
– પાલિકા પાસે પાણી નુ ટેન્કર ના હોય પાણી આપવામા પાલીકા લાચાર
– છેલ્લા બે દિવસ ખોદકામ ને લઈ ને સોસાયટી મા પાણી પણ બંધ
– આરોગ્ય વિભાગ દ્રારા પાંચ દિવસ બાદ પાણી નુ સેમ્પલ લીધુ
– હજુએ આવતી કાલે પાણી ના સેમ્પલ લેવામા આવશે
   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે દુષિત પાણી ને લઈ ને ઝાડા ઉલ્ટી કેસો વધવાનો શીલસીલો યથાવત વધુ બે કેસ વધતા કેસો નો આંકડો ૨૩ ને પાર થયો છે તો આરોગ્ય વિભાગ ટીમ દ્રારા સમસ્યા પાંચ દિવસ બાદ પાણી ના સેમ્પલ લીધા હજુએ આવતી કાલે ફરી સેમ્પલ લેવામા આવશે


   પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ હરીઓમ પાર્ક સોસાયટી મા છેલ્લા કેટલાય દિવસોથી દુષિત દુર્ગંધ પાણી આવતા સોસાયટીમા ઝાડા ઉલ્ટી ના કેસો ની હાડમારી ફુટી નિકળી છે અને આરોગ્ય વિભાગ ના સર્વે બાદ પણ હજુએ એકપછી એક ઝાડા ઉલ્ટી ના કેસો મળી આવ્યા છે તો દુષિત પાણી ની સમસ્યા ને લઈ ને સોષાયટી ના રહીશો દ્રારા નાના બાળકો ને સગાસંબંધીઓ ને ત્યા મુકીઆવ્યા છે તો બીજી દુષિત પાણી આવતા સોસાયટી મા રહેતા ભાડવાતો પણ મકાનો ખાલી કરી અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા અને હજુએ રહે છે તે ભાડવાત મકાન ખાલી કરવાની ફિરકમાછે

તો સોસાયટી મા દુષિત પાણી આવતુ હોવાછતાંય પ્રાંતિજ પાલિકા પાસે પાણી નુ ટેન્કર  ના હોય પાણી ની સુવિધા પારવામા પણ નિષ્પફળ રહી છે ત્યારે આવડી મોટી પાલિકા છતાંય પાલિકા પાસે પાણી નુ ટેન્કર ના હોય તે પ્રાંતિજ પાલિકા માટે શરમજનક કહેવાય તો બીજી બાજુ રહીશો ને કામને લઈ ને છેલ્લા બે દિવસ થી દુષિત પાણી પણ ના મલતા રહીશો ને પાણી માટે રજડપાટ કરવાનો વારો આવ્યો છે ત્યારે હાલતો કાચબાની ગતીએ કામ ચાલુ હોય સોસાયટી ના રહીશો મા રોષ જોવા મલ્યો છે તો હજુએ ઝાડા ઉલ્ટી ના કેસો વધે તો નવાઇ નહી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!