પ્રાંતિજ ની મદ્રેસા ના ત્રણ મૌલવી સામે પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે બે મૌલવીઓને ઝડપી પાડયા
– એક મૌલવી હજુએ પોલીસ પકડથી દુર
– વિધાર્થીની ફરિયાદ ને લઈ ને પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી
– ફરીયાદી વિધાર્થી હજુ સારવાર હેઠળ
– બાળકોને પેટમા મુક્કા મારતા અને પાઇપ તથા કેબલ થી મારમારતા પોહચી હતી ઇજાઓ
– મેડિકલ રિપોર્ટ મા અજુગતું જણાશે તો પોસકો એક્ટ હેઠળ કાર્યવાહી થશે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલી મદ્રેસામાંથી મોડી રાત્રે આઠ બાળકો ભાગી છૂટ્યા હતા જેઓ હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતેથી રેલ્વે પોલીસને મળી આવ્યા હતા બાદમાં પોલીસે બાળકોનું મેડિકલ ચેકઅપ કરી તપાસ હાથ ધરતા સામે આવ્યું કે મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો અને અત્યાચાર સહન ન થતાં બાળકો મદ્રેસા છોડી ભાગ્યા હતા જોકે પોલીસે ત્રણ મૌલવીઓ સામે ફરિયાદ દાખલ કરી જેમા બે મૌલવીઓની અટકાયત પણ કરવામા આવી





પ્રાંતિજ શહેરમાં આવેલ જામિયા દારૂ અહેસાન વકફ મદ્રેસા ખાતેથી આઠ બાળકો મોડી રાત્રે ભાગી છૂટ્યા હતા જેઓ હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતેથી મળી આવ્યા હતા હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતે રેલવે પોલીસ તપાસમાં હતી એ દરમિયાન અસારવા ઉદેપુર ટ્રેનના જનરલ કોચમાંથી ગભરાહટ ભરેલી સ્થિતિમાં આઠ બાળકો મળી આવ્યા હતા જેઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ મદ્રેસામાંથી મોડી રાત્રે ભાગ્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ રેલ્વે પોલીસે પ્રાથમિક તપાસ કરી મેડિકલ ચેકઅપ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક બાળકને સારવાર અર્થે એડમીટ કરવામાં આવ્યું હતું જોકે પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે મદરેસાના મૌલિકિઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો બાળકો પર ગુસ્સો કરી સોટી કેબલ અને પ્લાસ્ટિકની પાઇપ વડે માર મળાતો હોવાનો બાળકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ મોરબી ઓ દ્વારા બાળકોને ગઢડા પાટુનો પણ માર મરાતું હોવાનું સામે આવ્યું હતું મદ્રેસાના દરવાજાને તાળુ લગાવી ત્રીજા મારે બાળકોને ગાંધી રાખવામાં આવતા હતા બાળકોને બહાર નીકળવાની પણ મનાઈ ફરવાઇ દેવામાં આવી હતી



જોકે આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર બાળકે ત્રણ મૌલવીઓ સામે પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે બાળકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે જોકે મેડિકલ રિપોર્ટમાં અજુગતું જણાશે તો પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ પોલીસે વાત કરી હતી ત્યારે પ્રાંતિજ ખાતેની જામિયા દારુલ અહેસાન વકફ મદ્રેસા ખાતે ૫૦ જેટલા બાળકો અભ્યાસ કરતા હતા તે પૈકીના ૩૮ બાળકો ત્યાં હાજર હતા તે પૈકીના આઠ બાળકો મોડી રાત્રે અઢી કલાકે મધરેસામાંથી ભાગી ચૂક્યા હતા જોકે આ આઠે બાળકો બિહાર રાજ્યના કટીહાર જિલ્લાના રહેવાસી હતા જો લગભગ ૧૫ એક દિવસ અગાઉ પ્રાંતિજ ખાતેની મદરેસામાં અભ્યાસ અર્થે આવ્યા હતા જોકે મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકોને બેરહેમીથી માર મારી અત્યાચાર ગુજારતા હતા જો કે પોલીસે હાલ તો બે મૌલવીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે તો એક મૌલવીની ધરપકડ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે જોકે પોલીસ દ્વારા બાળકોનું કરાવેલ મેડિકલ ચેકઅપના રિપોર્ટમાં કંઈક અજુગતું જણાશે તો પોસકો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે
ભોગ બનનાર બાળક દ્રારા ત્રણ મૌલવીઓ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ કરી |
ત્રણ મૌલવીઓ સામે પોલીસ ફરિયાદ થઈ |
---|
ત્રણ મૌલવીઓ સામે પોલીસમૌલવી મુફતીયુસુફ , મૌલવી મોહમંદઅનસ મેમણ , મૌલવી મોહંમદફહક રહે. જામીયા દારૂલ અહેસાન વકફ મદ્રેસા તા.પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થઇ ફરિયાદ થઈ |
