પ્રાંતિજ ખાતે પરશુરામ જન્મ જ્યંતિ ની ઉજવણી કરવામા આવી
– માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો
– પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાઇઓ ઉપસ્થિત રહ્યા
– પુજા-આરતી સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ બ્રહ્મ સમાજ દ્રારા ભગવાન પરશુરામ ની જન્મ જયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી














પ્રાંતિજ માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાંતિજ બ્રહ્મસમાજ ના ભાઇઓ દ્રારા ભગવાન પરશુરામ ની જન્મ જ્યંતિ ને લઈ ને તેવોના ફોટાની પુજા સાથે ફરસી પુજા સહિત ભગવાન પરશુરામ ની આરતી ઉતારી પ્રસાદ વેચીને ધન્યતા અનુભવી હતી અને ભગવાન પરશુરામ દાદા ની જન્મ જયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ યોગેશભાઇ રાવલ , રાકેશભાઇ , આશિષ ભાઇ પંડયા , બકુલભાઇ પંડયા , પ્રકાશભાઇ મહારાજ , નટુભાઈ બારોટ , પરાગભાઇ પંડયા , જીગ્નેશભાઇ પંડયા , સુનિલભાઈ પંડયા , શૈલેષભાઈ , કુલદીપ ભાઇ , સહિત પ્રાંતિજ ખાતે રહેતા બ્રહ્મસમાજ ના આગેવાનો કાર્યકરો સાથે બ્રહ્મસમાજ ના ભાઇઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
